Western Times News

Gujarati News

નેત્રંગ ચાર રસ્તા અને થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

૨ લકઝરીયસ કાર અને પાંચ મોબાઈલ ફોન મળી -કુલ ૩૭,૭૪,૭૨૦ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઈ કે.એન વાઘેલા,હે.કો વિજયસિંહ મોરી અને પો.કર્મી પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન એક સિલ્વર કલરની અરટીગા ફોહહીલ ગાડી નંબર જીજે ૧૫ સીએચ ૮૪૧૫ માં બે ઈસમો વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર તરફથી ડેડીયાપાડા થઈ નેત્રંગ તરફ આવે છે અને હાલ થવા ચેકપો્‌ટ પાસ કરેલ છે

તેવી બાતમી આધારે નેત્રંગ ચાર રસ્તા ઉપર વોચ તપાસમાં રહેલ અરટીકા ગાડીની તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ ૩૯૮ જેની કિંમત ૨,૩૯,૧૨૦, મોબાઈલ નંગ ૨ જેની કિંમત ૧૦,૦૦૦,અરટીગા ગાડી કિંમત ૮,૦૦,૦૦૦ મળીને કુલ મદ્દામાલ ૧૦,૩૯,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી બે ઈસમો પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

તેવી જ રીતે એક સફેદ કલરની સ્કોડા ગાડી નંબર એમએચ ૦૪ ઈએચ ૫૧૫૦ માં વિદેશી દારૂનો જથ્થો ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવે છે.તેવી બાતમી મળતા થવા ચેક પોસ્ટ ઉપર વોચ સ્કોડા ગાડીની તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૪૯૩,

બિયર ટીન નંગ ૮૫ મળી કુલ બોટલો નંગ ૧૫૭૮ જેની કિંમત ૧,૮૮,૧૦૦, મોબાઈલ ફોન નંગ ૩ જેની કિંમત ૧૦,૫૦૦, સ્કોડા ગાડી જેની કિંમત ૨૫,૦૦,૦૦૦ મળીને ૨૬,૮૮,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી ત્રણ ઈસમો પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નેત્રંગ ચારરસ્તા-થવા ચેકપોસ્ટ ઉપરથી એક જ રાત્રીમાં બે લકઝરીયસ ગાડીમાં વિદેશીની ઘુષણખોરીનો નેત્રંગ પોલીસ પર્દાફાશ કરતાં ભરૂચ પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ચાર જેટલા ઈસમોની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

દારૂ સાથે પકડાયેલ ખેપિયાઓ. (૧) પિયુષ દિલીપ રાવ (ઉ.વ.૨૭ રહે.ઉદયપુર) (૨) પરમજીતસિંઘ શંભુસિંઘ રાઠોડ (ઉ.વ.૨૫ રહે.ઉદયપુર) (૩) મિતેશ ઈશ્વર વસાવા (ઉ.વ.૨૪ રહે.અંકલેશ્વર) (૪) બીલ્લો ફિરોજ વસાવા (ઉ.વ.૩૨ રહે.વલસાડ) (૫) કોન્ડુ સૌકાત વસાવા (ઉ.વ.૨૫ રહે.વલસાડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.