Western Times News

Gujarati News

દીપિકા કક્કડે અને શોએબના દીકરાનું ઘરે થયું ગ્રાન્ડ વેલકમ

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર અને એક્ટર શોએબ ઈબ્રાહિમ ૨૧ જૂનના રોજ દીકરાના પેરેન્ટ્‌સ બન્યા છે. દીપિકા અને શોએબનો દીકરો પ્રી-મેચ્યોર હોવાથી તેને લગભગ ૧૫ દિવસ ણૂદ્ગૈંઝ્રેંમાં રાખવામાં આવ્યો હતો. જાેકે, તેની તબિયત સારી થતાં ૧૦ જુલાઈના રોજ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

દીકરાને ૧૯ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળતાં દીપિકા ઈમોશનલ થઈ હતી. શોએબ ઈબ્રાહિમે વ્લોગ શેર કરીને દીકરાનું ઘરે કઈ રીતે સ્વાગત થયું તેની અપડેટ આપી છે. સાથે જ દુઆ કરવા માટે ફેન્સનો આભાર માન્યો છે. શોએબે વ્લોગમાં ૯ જુલાઈની રાતનો ઉલ્લેખ કર્યો છે જેમાં જણાવાયું છે કે, હોસ્પિટલ તરફથી તેમને કોમ્પ્લિમેન્ટ્રી નાસ્તો અને ભોજન આપવામાં આવ્યું હતું. એક દિવસ બાદ તેમને રજા મળવાની હોવાથી હોસ્પિટલે તેમની આવભગત કરી હતી.

વિડીયોમાં દીપિકા અને શોએબ દીકરાને ઘરે લઈ જવા માટે ઉત્સુક દેખાય છે. ૧૦ જુલાઈની બપોરે દીપિકા અને શોએબ દીકરાને લઈને હોસ્પિટલમાંથી નીકળ્યા હતા.

જ્યાં મીડિયાના ફોટોગ્રાફર્સ હાજર હતા. બંને દીકરા સાથે પોઝ આપે છે. શોએબે દીકરાને તેડ્યો હતો અને તે ઊંઘતો હોવાથી અવાજ ના કરવા માટે દીપિકાએ મીડિયાના ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી. પોઝ આપ્યા પછી તેઓ દીકરાને લઈને હોસ્પિટલમાંથી નીકળી જાય છે. શોએબે ઈબ્રાહિમ અને દીપિકા ઘરે પહોંચે છે ત્યારે તેમના સ્વાગત માટે સૌ બહાર ઊભા હોય છે.

સબા ઈબ્રાહિમ, તેનો પતિ સની, બહેન રિઝા સહિત અન્ય પરિવારના લોકો નાનકડા દીકરાને જાેઈને આનંદ વ્યક્ત કરે છે. બંનેના સ્વાગત માટે લિફ્ટથી ઘર સુધી શોએબના ભાઈ-બહેનોએ ફૂલ પાથર્યા હોય છે અને એ જાેઈને દીપિકા-શોએબને સુખદ આશ્ચર્ય થાય છે. ઘરમાં પ્રવેશ્યા પછી શોએબ દીકરાને સૌથી પહેલા તેના પિતાના હાથમાં મૂકે છે.

શોએબના પિતાની તબિયત ખરાબ હોવાથી તેઓ પૌત્રને મળવા માટે હોસ્પિટલ નહોતા આવી શક્યા. તેઓ પોતાના પૌત્રને એકીટશે જુએ છે અને તેની સાથે વાતો કરે છે. જે બાદ દીપિકા દીકરાને સાસુના ખોળામાં મૂકે છે. તેઓ પણ પોતાના પૌત્ર પર હેત વરસાવે છે. આ દરમિયાન દીકરો સ્માઈલ કરે છે તે જાેઈને દીપિકા અને તેની મમ્મી પણ હસવા લાગે છે.

શોએબની મમ્મી કહે છે કે, ‘તને જાેવા માટે આંખો તરસી ગઈ હતી, આજે તું જાેવા મળ્યો.’ આટલું કહ્યા પછી તેઓ પુત્રને ચુંબન કરે છે અને લાડ લડાવે છે. જે બાદ દીપિકા દીકરાની મુલાકાત પોતાની મમ્મી સાથે કરાવે છે. નાની પણ છોટુ પર પ્રેમ વરસાવે છે. સબા ઈબ્રાહિમ પણ ભત્રીજાને રમાડે છે.

પોતાના પૌત્રનો ચહેરો પહેલીવાર જાેયો એટલે દાદા તેને શુકનના રૂપિયા આપે છે. સાથે જ તેઓ દીપિકા અને શોએબને પણ હજાર-હજાર રૂપિયા આપે છે અને લાગણીશીલ થઈ જાય છે. પૌત્રને જાેઈને તેઓ હરખના આંસુથી રડે છે. જેથી શોએબ અને દીપિકા તેમને શાંત કરે છે.

તેમનો મૂડ હળવો કરવા માટે શોએબ મજાકમાં કહે છે કે, ફક્ત હજાર રૂપિયા જ આપ્યા? ત્યારે તેઓ કહે છે કે, રૂપિયા પૂરા થઈ ગયા. આ સાંભળીને બધા જ હસી પડે છે. જે બાદ પરિવારના બીજા સભ્યો પણ નવજાત બાળકની નજર ઉતારીને તેને રૂપિયા આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.