Western Times News

Gujarati News

સુરતમાં મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે 1670 પ્લોટ સર્વે કરવામાં આવ્યા

સુરત , વાહક જન્ય રોગ  નિયંત્રણ  વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં  નિયંત્રણ માટે તા.૦૧/૦૭/ર૦ર૩ થી તા.૦૭/૦૭/ર૦ર૩ દરમ્યાન સુરત મહાનગરપાલિકા હદ  વિસ્તાર હેઠળનાં તમામ ઓપન પ્લોટસ મળી કુલ ૧૬૭૦  પ્લોટ સર્વે કરવામાં આવ્યા હતા તમામ ઓપન પ્લોટસના ૬પ૬ જવાબદાર ઇસમોને નોટીસ ઇસ્યુ કરવામાં  આવેલ છે અને ૬પ,૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલઃ-

વાહક જન્ય રોગ  નિયંત્રણ  વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં  નિયંત્રણ માટે તા.૦૧/૦૭/ર૦ર૩ થી તા.૦૭/૦૭/ર૦ર૩ દરમ્યાન વીબીડીસી  વિભાગના કર્મચારીઓએ સુરત મહાનગરપાલિકાના હદ  વિસ્તાર હેઠળના તમામ ઓપન પ્લોટસનું સર્વેની ઝુંબેશ અંતર્ગત ૧૬૬૦ સ્થળોએ ચેક કરતા ૧ર૧ર ઓપન પ્લોટમાં વરસાદી પાણી ભરાવા જોવા મળેલ,

૧પ પ્લોટમાંથી   બ્રિડીંગનો નાશ કરાવવામાં આવેલ અને ૬પ,૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવતા તમામ ઓપન પ્લોટસના ૬પ૬ જવાબદાર ઇસમોને નોટીસ ઇસ્યુ કરવામાં  આવેલ છે.

નોર્થ ઝોનમાં  ઓપન પ્લોટસના  કુલ  ૮પ સ્થળો ચેક કરાતા  કૈલાસ રો હાઉસ ૧૦,૦૦૦, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાછળનો ખુલ્લો પ્લોટ  રપ૦૦/-, બાપા સીતારામ સોસાયટી ર૦૦૦/-,  સીંગણપોર નવી વસાહત ની બાજુમાં ૧પ૦૦/-  કુલ મળી  ર૦,૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને  ૩ર  નોટીસ આપવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનમાં   ઓપન પ્લોટસના  કુલ ૧૧૩  સ્થળો ચેક  કરાતા  ખોડીયાર માતાજી મંદિર ની બાજુમાં ખુલ્લો પ્લોટ  ૧૦,૦૦૦/-, પાલણપોરગામ ગેોરવપથ રોડના પ્લોટ પ૦૦૦/-  કુલ મળી ૧પ,૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને ૩ નોટીસ આપવામાં આવેલ છે. ઇસ્ટ-બી ઝોનમાં ર૦પ ઓપન પ્લોટસ  ચેક  કરતા ભગવાન નગર  પ૦૦૦/-, શ્રી ઘર  વિલા ૪૦૦૦/-, દ્વારકેશ  ઇન્ડસ્ટ્રીઝ  રપ૦૦/-,  કુલ મળી ૧૩,૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને ૩૩૩ નોટીસ આપવામાં આવેલ છે.

સા-ઇસ્ટ ઝોનમાં   ઓપન પ્લોટસના  કુલ  ૬૬ સ્થળો ચેક કરતા  રણછોડ નગર સોસાયટીનો કોમન પ્લોટ  ર૦૦૦/-, ઇશ્વર નગરનુ મેદાન ૧૦૦૦/- કુલ મળી પ૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને ૧૬ નોટીસ આપવામાં આવેલ છે. સા-વેસ્ટ ઝોનમાં  ઓપન પ્લોટસનાં  કુલ ૩૧૭ સ્થળો ચેક કરાતા  પંજાબી સમાજ નો ખુલ્લો પ્લોટ પ૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને ર૧૧ નોટીસ આપવામાં આવેલ છે.

ઇસ્ટ-એ  ઝોનમાં ઓપન પ્લોટસના કુલ ૧૦૮  સ્થળો ચેક  કરતા  મગોબ,સી.એનજી. પંપ ની પાસે રપ૦૦ /-, અનુપમ આર્કડની પાસે ૧૦૦૦/-, રાધે રાધે પાર્કિગ પ૦૦/-  કુલ મળી પ૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને ૪ર નોટીસ આપવામાં આવેલ છે.સાઉથ-એ ઝોનમાં  ઓપન પ્લોટસના કુલ  ૪પર  સ્થળો સર્વે દરમ્યાન  રામનગર-૧   ર૦૦૦/- વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ અને ૧૯ નોટીસ આપવામાં આવેલ છે.સાઉથ-બી ઝોનમાં  ૩૦૬ ઓપન પ્લોટસ ચેક કરવામાં આવેલ છે.સેન્ટ્રલ  ઝોનમાં  ૧૮ ઓપન પ્લોટસ ચેક કરવામાં આવેલ છે.

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તમારા રહેણાંક  વિસ્તારમાં તેમજ બાંધકામના સ્થળોએ મચ્છર જન્ય પરિસ્થિતિ  નિવારવા સુરત મહાનગર પાલિકા, વી.બી.ડી.સી.વિભાગનાં કર્મચારીઓ તરફથી આપવામાં આવતી  સુચનાઓનું પાલન  કરવા અને સંપૂર્ણ સહકાર આપવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

અન્યથા શહેરીજનો નાં આરોગ્યની સુખાકારીને ઘ્યાને લઇને વઘુમાં વઘુ કડક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે, તેની જાણ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.