Western Times News

Gujarati News

હજયાત્રાળુઓની સુવિધા માટે ભારતમાં થયેલા સર્વસમાવેશી મહત્વપૂર્ણ સુધારા

પ્રતિકાત્મક

અમદાવાદ, મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ માટે હજયાત્રા એ જીવનનો અત્યંત મહત્વનો ભાગ ગણાય છે. પરિણામે વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં સાઉદી અરેબિયામાં મક્કા ખાતે શ્રદ્ધાળુઓ હજ પઢવા ઉમટી પડે છે. જાેવાની ખૂબી એ છે કે ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને હજયાત્રાળુઓ માટે પોતાને ફાળવેલા કોટાને જતો કર્યો છે.

તેનું કારણ તેની ખસ્તા આર્થિક હાલત છે. જ્યારે આનાથી બિલકુલ વિપરીત ભારતમાં બિનસાંપ્રદાયિકતાના તમામ ધોરણોને લાગુ કરી ભારત સરકારે હજયાત્રીઓ માટે સર્વસમાવેશી ક્રાંતિકારી સુધારા કર્યા છે.

તાજેતરના વર્ષોમાં ભારત અને પાકિસ્તાન બંને દેશો કે જ્યાં મુસ્લિમોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે તેમણે પોતાના હજ યાત્રાળુઓ માટેની સુવિધાઓ માટે જુદા જુદા પગલાં લીધા છે. જેમાં ભારતે હકારાત્મક પગલાં લઈ પોતાના હજયાત્રાળુઓ માટે ઘરમૂળથી પરિવર્તનો કર્યા છે.

ભારતમાં લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં ૨૦૨૩ની સુધારેલી હજયાત્રા નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે યાત્રાળુઓની સુવિધા અને કલ્યાણ માટેની બાબતોમાં પાયાના પરિવર્તનો કરવામાં આવ્યા છે. આ પરિવર્તનોમાં એક પાયાનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે જે લોકો પ્રથમ વખત હજયાત્રાએ જઈ રહ્યા છે

તેમની અરજી ફી કાઢી નાખવામાં આવી છે જેનાથી આર્થિક રાહત મળી રહે. આ ઉપરાંત જે યાત્રાળુઓ ભારતની હજ કમિટી દ્વારા નોંધણી કરાવે તેમને પેકેજમાં ૫૦,૦૦૦ રૂપિયા જેવો ઘટાડો થાય છે. આ રાહતને કારણે યાત્રાળુઓ માટે વધુ આસાની રહે છે તથા આર્થિક દ્રષ્ટિએ પોસાય છે.

આ ઉપરાંત એક મહત્વના સુધારા અન્વયે નવી નીતિમાં મહિલા હજયાત્રીઓને વધુ છૂટછાટો અને સ્વાતંત્ર્ય મળે છે. જેમની ઉંમર ૪૫ની ઉપર હોય તેવી મહિલા હજયાત્રીની સાથે તેમના પુરુષ સાથી (મહેરમ) ન હોય તો તેઓ હવે ચાર કે તેથી વધુના જૂથમાં હજયાત્રાએ જઈ શકે છે.

આ ઉપરાંત એક જ મહિલાને અરજી કરવાનો તેમ જ એક જ શ્રેણીની અન્ય મહિલાઓ સાથે જૂથ બનાવવાનો વિકલ્પ પણ મળ્યો છે. ભારતમાંથી હજયાત્રાએ જવા માગતા યાત્રાળુઓ માટે પ્રવેશ મથકો( ઈદ્બહ્વટ્ઠિાટ્ઠંર્ૈહ ર્ઁૈહંજ) માટેની વધારાયેલી સુવિધાઓ પણ એનો સંકેત છે કે ભારત સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયને કેટલો ઉમદા સહયોગ મળી રહ્યો છે.

અગાઉ આ પ્રવેશ મથકોની સંખ્યા ૧૦ હતી જે હવે વધારીને ૨૫ કરવામાં આવી છે. જેના પરિણામે દેશભરમાંથી યાત્રાળુઓને સહેલાઈથી પ્રવેશ મળી શકે છે.આ ઉપરાંત અન્ય એક મહત્વના સુધારા હેઠળ અંગત સામાન હજમાં લઈ જવા પર લાગતા વધારાના ચાર્જને પણ હટાવી દેવાયો છે.

હવે યાત્રાળુઓ પોતાની સાથે પોતાની બેગ, ચાદરો, છત્રી જેવો સામાન લઈ જઈ શકે છે તેનાથી ખર્ચમાં ઘણી રાહત મળશે. આ સુધારાઓને કારણે ભારતના હજયાત્રીઓ માટે યાત્રા વધુ સરળ અને આર્થિક રીતે પોસાય તેવી બની છે જે સમાજની વિભિન્નતાને પણ પોષે છે.

જાે કે આ તો ભારતની વાત થઈ પણ તેનાથી વિપરીત પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ છે. વધુ પડતા ફુગાવા અને આર્થિક નિયંત્રણોને કારણે પાકિસ્તાનના હજયાત્રીઓને આ વર્ષે યાત્રા રદ કરવાની ફરજ પડી રહી છે. આર્થિક પરિસ્થિતિને કારણે પાકિસ્તાન સરકારે આ વર્ષે તેના હજ કોટાનો એક હિસ્સો સાઉદી અરેબિયાને પરત કરી દીધો છે.

૭૫ વર્ષમાં પાકિસ્તાનની આંતરિક અને આર્થિક સ્થિતિએ આ હાલ કર્યા છે. હજ કોટાની આશરે ૮૦૦૦ જેટલી વણવપરાયેલી બેઠકો પરત કરીને પાકિસ્તાન સરકાર અંદાજે ૨.૪ કરોડ રૂપિયા બચાવવા માંગે છે. પાકિસ્તાન દ્વારા લેવાયેલો આ ર્નિણય તેના હજયાત્રીઓ માટે સ્ત્રોતો અને સુવિધા ઉભી કરવામાં તેની અક્ષમતાનો નમુનો છે.

જ્યારે ભારતમાં હજયાત્રીઓની સુવિધામાં કરાયેલો વધારો ભારતની બિનસાંપ્રદાયિકતા અને સર્વસમાવેશકતાનું ઉદાહરણ છે જે તેને પાકિસ્તાન કરતાં અલગ સ્તરે મૂકે છે.

ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રો એક્ટિવ પગલાં,આર્થિક સહાય અને સર્વસમાવેશી ર્નિણય પ્રક્રિયા એ ઉદાહરણ પૂરું પાડે છે કે ભારત માટે કોઈ પણ ધર્મની વ્યક્તિ માટે બિન સાંપ્રદાયિકતા, ન્યાય અને નાગરિક કલ્યાણ જ મહત્વના છે. ભારત દ્વારા હજ યાત્રા માટે હાથ ધરાયેલી વ્યવસ્થાઓ દર્શાવે છે કે તેના યાત્રાળુઓની સુરક્ષા, આરામ અને યાત્રાના હક્કો પરત્વે તેની.કેટલી કટિબદ્ધતા છે.

પાકિસ્તાન દ્વારા હજયાત્રીઓના કોટાને પરત કરવાનો ર્નિણય પોતાના જ મુસ્લિમ નાગરિકોને મદદરૂપ થવા પ્રત્યેની તેની ઉદાસીનતા દર્શાવે છે. જ્યારે ભારતે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કઈ રીતે એક બિનસાંપ્રદાયિક મૂલ્યોમાં માનતો દેશ તેના વૈવિધ્યપૂર્ણ ધાર્મિક સમુદાયોને સહાય કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.