Western Times News

Gujarati News

રાજ્યસભાની અન્ય બે બેઠકો માટે બાબુભાઈ દેસાઈ, કેસરીસિંહ ઝાલાના નામ ભાજપે જાહેર કર્યા

(એજન્સી)અમદાવાદ, ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી ૨૪મી જુલાઈએ ચુટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે બાબુભાઈ જેસંગ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરી છે. BJP announced the names of Babubhai Desai, Kesrisinh Jhala for the other two Rajya Sabha seats

આ અગાઉ ભાજપ તરફથી એસ જયશકંર ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમા પીએમમોદીએ પણ હાજરી આપી હતી.

એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર ૮૩ વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. તેઓ ફોરેસ્ટ સેક્રેટરી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદો ઘડાયો હતો અને ભારતમાં ચિતાને લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો.

ભાજપે કેસરીસિંહ ઝાલાને ઉમેદવાર બનાવીને એક કાંકરે બે પક્ષી મારવાનો દાવ રમ્યો છે. કેસરીસિંહનો ફાયદો ભાજપને આગામી રાજસ્થાનની ચૂંટણીમાં પણ થઈ શકે છે. કારણ કે કેસરીસિંહનું મોસાળ રાજસ્થાનના રાજવી પરિવારમાં થાય છે.
બાબુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ ૨૦૦૭માં બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી જીત્યા હતા.

આ સિવાય તેઓ વર્ષ ૨૦૧૨થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. તેઓએ ઓલ્ડ એસએસસીઉપરાંત અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે.

ભાજપે ગુજરાતની સાથે સાથે બંગાળના રાજ્યસભાના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે. ભાજપે બંગાળમાંથી અનંત મહારાજના નામની જાહેરાત કરી છે. તેમને મિથુન ચક્રવર્તી જેવા નેતાઓને પાછળ છોડીને ટિકિટ મળી છે. અનંત મહારાજ ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશનના વડા છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે ૨૭મી જૂને રાજ્યસભાનીચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ ૧૮મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી ૨૪મી જૂલાઈએ યોજાશે. ઉમેદવારો માાટે ૧૩મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.