Western Times News

Gujarati News

કારમાં 2 મિત્રને કિડનેપ કરી Instagram પર ૧૦ કરોડ ખંડણી માંગી

અમદાવાદ, શહેરના નારણપુરા વિસ્તારમાંથી જન્મદિવસની ઉજવણી દરમિયાન એક સગીર સહિત બે લોકોનું કારમાં અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માગવાના મામલે પોલીસે એક સગીર સહિત ૪ કિડનેપર્સને ઝડપી પાડ્યા છે.

આરોપીએ અમદાવાદમાં ગુનાને અંજામ આપી બે લોકોને કારમાં લઈ દાહોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ ભારે વરસાદના કારણે કાર પાણીમાં ફસાઈ જતા આરોપીઓ કારમાં ભોગ બનનારને મૂકીને ભાગી ગયા હતા. નારણપુરા પોલીસના જણાવ્યા અનુસાર કેકે નગરમાં રહેતા ૧૭ વર્ષીય જીલ ઉપાધ્યાયે શાસ્ત્રીનગરમાં પોલીસ લાઈન્સ પાસે તેની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. Kidnapped 2 friends in a car and demanded 10 crore ransom on Instagram

તેણે તેના મિત્રો પ્રીત કોન્ટ્રાક્ટર (૧૯), શાસ્ત્રીનગરના દેવ વાઘેલા (૧૯), મનીષ ભાભોર (૧૮), રુચિત રાજપૂત (૧૮), અને ઘાટલોડિયાના વ્રજ સોની (૧૯)ને સહિત તમામને પાર્ટીમાં માટે આમંત્રણ આપ્યું હતું. ૨૮ વર્ષીય કરણ ઉર્ફે કૃણાલ રાજપૂત નામનો અન્ય એક વ્યક્તિ પણ ત્રણ માણસો સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.

પાર્ટીમાં ભાગ લેનાર એક યુવકે કહ્યું કે, કરણ શાસ્ત્રીનગરમાં એક ટી-સ્ટોલ પર જતો હતો જ્યાં અમે વારંવાર જતા હતા. કોન્ટ્રાક્ટર અને ઉપાધ્યાય સાથે તેનો લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. પાર્ટીમાં તેણે ઝઘડો કર્યો અને વાત ખૂબ વધી ગઈ. તેના ત્રણ સાથીઓએ અમને બળજબરીથી પાછા લાવવા માટે અમારા મિત્રના ગળા પર છરીઓ મૂકી. તેઓએ કથિત રીતે કોન્ટ્રાક્ટર અને ઉપાધ્યાયને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધા હતા.

પ્રીત કોન્ટ્રાક્ટરની માતા ભાર્ગવીએ જણાવ્યું કે કરણે પાછળથી એક મિત્રને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોન કરીને પાંચ કલાકમાં ૫ કરોડ રૂપિયાની માંગણી કરી. બાદમાં તેઓએ તેને વધારીને રૂ. ૧૦ કરોડ કરી.

જાે માંગણીઓ નહીં સંતોષાય તો તેઓએ અમારા પુત્ર અને તેના મિત્રે મારીને લાશ મોકલવાની ધમકીઓ આપી હતી. પ્રીતની માતા ભાર્ગવીએ વધુમાં જણાવ્યું કે, કરણ અને તેના સાગરિતો બંને પીડિતો સાથે દાહોદના એકાંત સ્થળે જઈ રહ્યા હતા. દેવગઢ બારિયા તાલુકાના ભુતિયા ગામ પાસે અપહરણકારોની કાર પાણી ભરાયેલા કાદવમાં ફસાઈ જતાં ઘટનાએ અણધાર્યો વળાંક લીધો હતો. કરણ અને તેના સાથીઓએ કોન્ટ્રાક્ટર અને ઉપાધ્યાયને કારને ધક્કો મારવાનું કહ્યું.

તકનો લાભ લઈ બંને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા અને સરપંચની મદદ લીધી હતી. તેઓએ મને ફોન કર્યો અને મેં તરત જ પોલીસને જાણ કરી. દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસના જણાવ્યા મુજબ, તેમને એક સફેદ રંગની કાર પાણીમાં ફસાયા હોવાની હોવાની માહિતી મળી હતી. પોલીસે ઝડપથી ટીમો ગોઠવી અને ફસાયેલી કારની નજીકથી ચાર આરોપીઓને પકડી લીધા.

આરોપીઓ પૈકી એક સગીર છે. બુધવારે મોડી રાત્રે અધિકારીઓ ચાર શકમંદો અને બે પીડિતોને અમદાવાદ શહેરમાં લાવ્યા હતા. જાે કે, આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી એલ વાડુકરે જણાવ્યું હતું કે તેમની પાસે કેસ વિશે કોઈ માહિતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.