Western Times News

Gujarati News

ચોરીના મોબાઇલ ફોન લઇ મહેમદાવાદ વેચવા આવતો ઈસમ ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન

અને સુચના હેઠળ ગત તા.૧૫-૦૭-૨૦૨૩ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેડકો.વિનોદકુમાર,ઋતુરાજસિંહ રાજુભાઇ, મહાવીરસિંહ , કેતનકુમાર, ફુલદિપસિંહ, પ્રદિપસિંહ એ રીતેના પોલીસ માણસો ખાનગી વાહનમાં મહેમદાવાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હેઙક.વિનોદકુમાર તથા .

કેતનકુમાર નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત આધારભુત બાતમી હકીકત મળેલ કે, સંધાણા ગામનો શાહબાઝખાન બસીરખાન પઠાણ નાઓ ચોરીના મોબાઇલ ફોનો લઇ વેચવા અર્થે મહેમદાવાદ ઢાળ પાસે તળાવની બાજુમાં આવનાર હોય જેણે શરીરે સફેદ તથા કાળી પટ્ટીવાળી ટી શર્ટ તથા ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે

જે બાતમી હકીકત અન્વયે મહેમદાવાદ ઢાળ તળાવની પાસે હોય જેને જે તે જગ્યાએ કોર્ડન કરી રોકી લઇ નામઠામ પુછતા તેણે પોતાના નું નામ શાહબાઝખાન બસીરખાન પઠાણ રહે.સંધાણા, ટેકરાવાળું ફળીયું તા.માતર જી.ખેડાનો હોવાનું જણાવેલ જેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી અલગ-અલગ કંપનીના ચાર મોબાઇલ

(૧) એક ઓપો કંપનીનો બ્લેક કલરનો સ્માર્ટ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા (૨) એક રીયલમી કંપનીનો મેટાલીક ગ્રીન કલરનો સ્માર્ટ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- જે બંન્ને ફોન આજથી આશરે પાંચેક દિવસ પહેલા નડિયાદ મીશન ચર્ચની સામે નવુ બાંધકામ ચાલુ હોય ત્યાંથી ચોરેલાનું જણાવતો હોય તથા

(૩) એક વીવો કંપનીનો મેટાલીક બ્લ્યુ કલરનો સ્માર્ટ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- જે મે આશરે બે મહિના પહેલા મહેમદાવાદ, ખાત્રજ ચોકડી, શીવશક્તિ હોટલ પાસેથી રાત્રીના સમયે ચોરેલ તથા (૪) એક સેમસંગ કંપનીનો વ્હાઇટ કલરનો સ્માર્ટ ફોન કિ.રૂ. ૩૦૦૦/- જે મે આશરે નવ માસ પહેલા ખેડા ચોકડી ઉપર સુઇ રહેલ મજુર પાસેથી ચોરેલ

તથા જે મોબાઇલ ફોનની માલીકી બાબતે આધાર પુરાવા માંગતા સદરી ઇસમ અસંતોષકારક જવાબ આપતો હોવાનો લાગેલ જેથી સદરી ઇસમને યુકિત પ્રયુક્તિ પુર્વક પુછતા સદર ઇસમ પાસેથી મળી આવેલ ચારેય મોબાઇલ ફોન કિ.રૂ.૩૩,૦૦૦/- મોબાઇલ ફોન જે બાબતે તપાસ કરતા

(૧) નડિયાદ પશ્ચિમ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૪ ૦૪૭ ૨૩૦૨૩૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ તથા (૨) મહેમદાવાદ પો.સ્ટે પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૪ ૦૪૧ ૨૩૦૭૮૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ એફ.આઇ.આર થયેલ હોય.

જે મોબાઇલ ફોન કિમત રૂા. ૩૩,૦૦૦/- ની મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ પાસેથી ગઇ તા.૧૫-૦૭-૨૦૨૩ નારોજ પકડી અટક કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.