Western Times News

Gujarati News

અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન પરથી ૨.૮૨ લાખના ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડી લીધો છે.જેમાં રવિવારે સ્ટેશન પર સ્ટાફ ફરજ પર હતો.ત્યારે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન આવીને ઉભી રહી હતી.

ટ્રેનના વચ્ચેના  કોચ માંથી બે યાત્રીઓ બે ટ્રોલી બેગ અને એક બેકપેક સાથે હડબડાટમાં નીકળવા જતા હતા.ફરજ પર હાજર રેલ્વે પોલીસને શંકા જતા બંનેને અટકાવી બેગની તલાસી લેવા કહેતા તેઓએ ઈન્કાર કર્યો હતો.બેગમાં ગાંજાે હોવાનું કહેતા ગેજેટેડ અધિકારીઓને જાણ કરાઈ હતી.

બન્ને મુસાફરોની ટ્રોલી બેગ અને બેકપેક ખોલતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં સેલોટેપથી વિટાળેલાં પેકેટો મળી આવ્યા હતા.ઓરિસ્સાના પાનીંગાંડો ગજપતિ ખાતે રહેતા ખેતમજૂરો ચંદ્રકાન્ત દેબો પરીંછા અને રંજન પબના પરીછાને ૨૮.૨૭૯ કિલો કિંમત રૂપિયા ૨.૮૨ લાખનો ગાંજાે તેના બનેવી ગજેન્દ્રએ આપ્યો હતો.

તત્કાલ પ્રીમિયમ એસી ટ્રેનમાં રિઝર્વેશન કરાવી આપી આ ગાંજાની ડિલિવરી અંકલેશ્વર રેલ્વે સ્ટેશને ઉતરી આપેલા મોબાઈલ પર કોલ કરવા કહ્યું હતું. રેલ્વે પોલીસે ઓરિસ્સાના બન્ને આરોપીનો ધરપકડ કરી ગાંજાે મોકલનાર અને અંકલેશ્વર ખાતે લેવા આવનારની તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.