Western Times News

Gujarati News

યુવકે માત્ર ૧૮ મહિનામાં 90 KG વજન ઘટાડ્યું

નવી દિલ્હી, મેદસ્વિતાથી સુંદરતા ઘટે છે એટલું જ નહીં, તેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. તેનું એક ઉદાહરણ છે ૨૯ વર્ષીય અમન ખાન જેનું વજન આટલી નાની ઉંમરે ૧૬૨ કિલો પર પહોંચી ગયું હતું. એક દિવસ તે કામ કરતા કરતા હાંફી ગયો અને બેહોશ થઇ ગયો. young man lost 90 kg in just 18 months

જ્યારે આંખો ખોલી તો અમન હોસ્પિટલના બેડ પર હતો, જ્યાં ડોક્ટર્સે જણાવ્યું કે, મેદસ્વિતાના કારણે તે ટાઇપ-૨ ડાયાબિટીસ, સ્લીપ એપનિયા, હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓથી પીડિત છે. ડોક્ટરે તેને ચેતવણી પણ આપી કે, અમને તેની લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર છે, નહીં તો તેની પાસે જીવન માટે વધારે સમય નહીં બચે.

આ સાંભળીને અમન અને તેના પરિવારજનોની આંખોમાં ડર જાેવા મળ્યો, તે સમયથી અમને ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ અને તેની વેઇટ લોસ જર્ની શરૂ થઇ. અમન બેલેન્સ્ડ ડાયટ, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી અને ઉંઘનું પુરતું ધ્યાન રાખે છે. તેણે આલ્કોહોલનું સેવન ઘટાડ્યું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખીને હેલ્ધી હેબિટ્‌સમાં વધારો કર્યો.

અમને હેલ્થ એન્ડ ફિટનેસ પ્રત્યે પુરતું ધ્યાન આપ્યું. તેણે કહ્યું કે, વજન ઘટાડવું ધૈર્યનું કામ છે, મારી વેઇટ લોસ જર્ની માત્ર વજન ઘટાડવા વિશે નથી પરંતુ હું એ પણ શીખ્યો કે, તેનાથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે, કોન્ફિડન્સમાં વધારો થાય છે. આ જર્નીએ મને એક હોટલ વ્યવસાયી અને વેઇટ લોસ એક્સપર્ટ બનાવી દીધો. આજે હું ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકો સાથે જાેડાયેલો છું અને તેઓની વેઇટ લોસ જર્નીમાં મદદ કરું છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.