Western Times News

Gujarati News

અભિનેત્રી રૂબિના દિલૈક વરસાદની સીઝનમાં બની બોલ્ડ

મુંબઈ, નાના પડદાની ફેમસ એક્ટ્રેસ રૂબિના દિલૈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે અવારનવાર રસપ્રદ પોસ્ટ શેર કરતી જાેવા મળે છે. હાલમાં જ રૂબિના પોતાના આવા જ એક વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. રૂબિના આ વીડિયોમાં મુંબઇનો વરસાદ એન્જાેય કરતી જાેવા મળી રહી છે. તેણે આ વીડિયોમાં ફ્લોરલ બિકીની પહેરી છે અને આ લુકમાં ‘છોટી બહુ’ ફેમ એક્ટ્રેસ કેમેરા સામે હોટ પોઝ આપતી જાેવા મળી રહી છે.Famous actress Rubina Dilaik

રૂબિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તળાવના કિનારે ફોટોશૂટ કરાવતા રીલ શેર કરી છે. આ વીડિયો રૂબિનાએ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં શૂટ કર્યો હતો, જે આ વર્ષે પણ તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રૂબિના ફ્લોરલ બિકીની પહેરીને એક તળાવના કિનારે ઉભેલી જાેવા મળી રહી છે.

આ વીડિયોમાં તે આ ખૂબસૂરત તળાવનો નજારો માણતી ક્યારેક વાળ સરખા કરતી તો ક્યારેક કેમેરા સામે સિઝલિંગ પોઝ આપતી જાેવા મળી રહી છે. રૂબિનાનો આ લુક ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. અહીં જુઓ વરસાદની સીઝનમાં વાયરલ થઇ રહેલો રૂબિનાનો આ હોટ વીડિયો. આ વીડિયો શેર કરતાં રૂબિનાએ મજેદાર ઇન્સ્ટાગ્રામ કેપ્શન પણ આપ્યું છે.

તેણે લખ્યું, ‘મુંબઇમાં વરસાદ અને હું એક્સ્ટ્રા એક્ટ કરતા.’ રૂબિનાના આ હોટ લુક પર ગયા વર્ષે પણ તાબડતોબ રિએક્શન મળ્યા હતા. તેવામાં, આ વર્ષે પણ એક્ટ્રેસના આ લુક પર ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે. જણાવી દઇએ કે રૂબિના નાના પડદાની ફેમસ એક્ટ્રેસ છે અને તે ‘છોટી બહુ’ અને ‘શક્તિઃ એસ્તિત્વ કે અહેસાસ કી’ જેવા ઘણા ટીવી શોઝમાં જાેવા મલી ચુકી છે. આ ઉપરાંત રૂબિના બિગ બોસ ૧૫ રિયાલિટી શોની વિનર પણ રહી ચુકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.