Western Times News

Gujarati News

ગાયો ચરાવવા ગયેલી મહિલા પર વિજળી પડતાં મોત

પ. બંગાળમાં વરસાદે મચાવી તબાહી!-વીજળી પડતા ૬ લોકોના મોત

(એજન્સી)કોલકતા, પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ દરમિયાન વીજળી પડવાથી છ લોકોના મોત થયા હતા, જ્યારે વિવિધ જિલ્લામાં વીજળી પડવાથી ૧૬ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૩ પશ્ચિમ મેદિનીપુર, ૨ પુરુલિયા અને ૧ મનાગુરીનો છે. પુરુલિયામાં વીજળી પડવાથી વધુ ૧૨ લોકો ઘાયલ થયા છે. એક જ દિવસમાં આટલા લોકોના મોત બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર-પાંચ મજૂરો શણના ખેતરમાં કામ કરવા ગયા હતા. અચાનક ભારે વરસાદ શરૂ થયો, તેથી તેઓએ તાડના ઝાડ નીચે આશરો લીધો અને ત્યાં વિજળી પડતા તેમનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ તે તાડના ઝાડ નીચે ઉભા હતા અને તે તાડના ઝાડ પર વીજળી પડી. જેમાં ૨ના તત્કાળ મોત થયા હતા.

કેશપુર ગ્રામીણ હોસ્પિટલમાંથી રીફર કર્યા બાદ, તે હાલમાં મેદિનીપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલ બે પૈકી એકની હાલત ગંભીર છે. આ ઘટના શુક્રવારે બપોરે કેશપુરના કલાગ્રામ ગ્રામ પંચાયતના ઢોલસોરાપોટા ગામમાં બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાં ખોકોન દોલાઈ (૩૪) અને મમતા દોલાઈ (૩૦)નો સમાવેશ થાય છે.

બીજાે અકસ્માત પશ્ચિમ મિદનાપુરના ચંદ્રકોણાના બાંદીપુર ગામમાં થયો હતો. તુલસી દેવી (૫૫) નામની મહિલા ગાયો ચરાવવા ગઈ હતી. ગાય સાથે ઘરે પરત ફરતી વખતે અચાનક વરસાદ શરૂ થયો. તેણીને વીજ કરંટ લાગ્યો. તાત્કાલિક તુલસી દેવીને ગંભીર હાલતમાં ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તુલસી દેવીને મૃત જાહેર કરવામાં આવી.

અન્ય એક ઘટનામાં, પુરુલિયાના બડાબજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બોંડી ગામના મેદાનમાં લોકો બપોર પછી રાબેતા મુજબ ક્રિકેટ રમી રહ્યા હતા. અચાનક વરસાદ શરૂ થયો. વરસાદથી બચવા માટે ખેલાડીઓ અને દર્શકોએ મેદાનની બાજુમાં જર્જરિત મકાનમાં આશરો લીધો હતો. અહીં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા.

મૃતકોની ઓળખ પલાની મુર્મુ (૫૫), સજલ પ્રામાણિક (૧૮) તરીકે થઈ છે. સેજલ રમતી હતી. જ્યારે અન્ય ૧૨ ઘાયલ થયા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોંડી ગામમાં બેલાનીના ઘરે આ ઘટના બની હતી. સુજલનું ઘર રાજડી ગામમાં છે.બીજી તરફ ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં એક ખેડૂતનું મોત થયું હતું.

આ ઘટનાને કારણે જલપાઈગુડીના મૈનાગુડીના અમગુરીના કન્યા બારી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એવું જાણવા મળે છે કે ખેડૂત નિરેન્દ્રનાથ અધિકારી (૫૦) તે દિવસે જમીન પર કામ કરી રહ્યા હતા. અચાનક વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો.

ગંભીર રીતે ઘવાયેલા નીરેન્દ્રનાથ બાબુનું મયનાગુડી હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું. તેમના પુત્ર પવિત્ર અધિકારીએ જણાવ્યું કે તેમના પિતા આજે સવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. અચાનક વીજળી પડતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.