Western Times News

Gujarati News

ભરૂચથી સુરત તરફના હાઈવે પર ૧પ કિમી સુધી ટ્રાફિકજામ

પ્રતિકાત્મક

ભરૂચ, ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે વાહનોની પંદરથી વધુ કિલોમીટર લાંબી કતારો જાેવા મળી હતી. ચોમાસું શરૂ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે

જેને પગલે વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતા જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે બ્રીજ ઉપર ખાડો પડવાનું શરૂ થઈ ગયું છે તો બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલ ઓવરબ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજય વધતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે.

ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી વાહન ચાલકો ૧પ કિ.મી. સુધીના ટ્રાફિકજામમાં ફસાતા હેરાન પરેશાન બન્યા હતા. હાઈવે ઉપર ખાડાઓનું સામ્રાજય વધતા જ એકવાર ફરી ટ્રાફિકે હાઈવેને બાનમાં લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.