Western Times News

Gujarati News

અંકલેશ્વરની કંપનીમાં થયેલી ધાડ અને ટ્રીપલ મર્ડરનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંક્લેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં આવેલ પી.જી. ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનાના માસ્ટર માઇન્ડને ભરૂચ એલસીબી પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર તા.૧૮-૦૯-૨૦૧૯ના રોજ બપોરના સમયે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ પાસે આવેલ પી.જી ગ્લાસ કંપનીમાં આશરે ૨૫ થી ૩૦ જેટલા ઈસમો પાઈપો,લાકડીઓ, ધારિયા સહીત મારક હથિયારો સાથે ધાડ પાડવા કંપનીમાં પ્રવેશ કરી કંપનીના રૂમમાં બંધક બનાવી ત્રણ સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી કરાર થઈ ગયા હતા.

આ લૂંટ વીથ ત્રિપલ મર્ડરમાં પોલીસે અગાઉ ૯ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ટ્રીપલ મર્ડરના ગુનાનો માસ્ટર માઈન્ડ નાસતો ફરતો આરોપી આરોપી લાલ ઉર્ફે લાલો ગણેશ કાવીથીયા સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખેતરમાં રહે છે અને હાલ વાડીમાં હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે દરો પાડ્યા હતા

અને મોટા વરાછા સુરત ખાતે આવેલ દેવસિંહ પટેલની વાડી માંથી મૂળ બોટાદ અને હાલ દેવસિંહભાઈ પટેલની વાડીમાં સેલટોન એપાર્ટમેન્ટ પાછળ મોટા વરાછા સુરત ખાતે રહેતો મુખ્ય આરોપી લાલ ઉર્ફે લાલો ગણેશ કાવીથીયાને ઝડપી પાડી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી અંકુર લોચા લાલાની કોઈનો દીકરો હોવા સાથે અન્ય આરોપી કરુણ ઉર્ફે કણીયાની સાસરી કોસંબા ખાતે હોય જે આરોપી આજુબાજુના વિસ્તારથી વાકેફ હોય જેથી અન્ય ઈસમો સાથે ઉંટીયાદરા ગામની સીમમાં આવેલ પી.જી ગ્લાસ કંપની બંધ હોવાથી કંપનીમાં ભંગાર સહીત પૈસા પણ હશે તેવું સમજી ધાડ-લુંટનો પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.