Western Times News

Gujarati News

લવારપુર ગ્રામ પંચાયત સુપરસીડ નહીં કરાતાં પ્રાથમિક સેવાઓ ખોરંભાઈ

water supply

છ મહિનાથી પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટલાઈટની સમસ્યાઓ વકરી

ગાંધીનગર, અંદાજપત્ર મંજુર નહી થવાના કારણોસર ગાંધીનગર તાલુકાની લવારપુર ગ્રામ પંચાયત સુપરસીડ કરવાનો નિર્ણય હજુ સુધી અધ્ધરતાલ રહ્યો છે તેના કારણે ગામમાં પ્રાથમિક સેવાઓ ખોરંભે પડી છે. છેલ્લા છ મહિનાથી પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટલાઈટની સમસ્યાઓ વકરી ગઈ છે.

તેના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજયના વિકાસ કમિશનર સમક્ષ ભારે આક્રોશ સાથે રજૂઆત કરી તાકીદે યોગ્ય નિર્ણય લેવા આગ્રહ કર્યો છે. ઉચ્ચ કક્ષાએથી નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાના કારણે હાલના તબકકે ગ્રામજનોની હાલત કફોડી બનતી જાય છે.

લવારપુર ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાનો મુદ્દો સચિવાલય સુધી પહોચ્યો છે ત્યારે લવારપુર ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાનો મુદ્દો છેલ્લે મળેલી ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ મળ્યો હતો અને શાસક પક્ષના સભ્યો વચ્ચે મતભેદ ઉજાગર થયા હતા

કારણ કે વિકાસ કમિશનર કચેરી દ્વારા આ બાબતે સામાન્ય સભાનો ઠરાવ માંગવામાં આવ્ય્‌ હતો અને ભાજપના જ મહિના સદસ્યોના પતિદેવોએ તેનો ભારે વિરોધ દર્શાવ્યો હતો. છ મહીનાથી પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ જવાથી ગામના ગ્રામજનોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.

આ મુદ્દે વિકાસ કમિશનર સમક્ષ રજુઆત કરી પેચિદા પ્રશ્નના ઝડપથી ઉકેલ લાવવા માટે માંગણી કરાઈ છે કે ગામનો બોર બગડતાં રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મગાવવા પડે છે.

સફાઈ સહિતના કર્મચારીઓના પગાર નહીં થવાથી ગામમાં ગંદકીનું સામ્રાજય ફેલાયું છે ગામમાં સ્ટ્રીટ લાઈટસ બંધ થવાથી રાત્રી દરમિયાન સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. ગિફટ સિટી તરફ જતાં ગામના મુખ્ય માર્ગ પરના તળાવમાં દૂષિત પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ હવે તળાવ પણ છલોછલ ભરાઈ જતા હવે તકલીફોમાં વધારો થતો જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.