Western Times News

Gujarati News

ઝનોર અને નબીપુર વચ્ચે દારૂ-જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ

PSI દ્વારા હપ્તા લેવામાં આવે છે અને લોકોને ખોટા કેસમાં ફસાવી પાસા કરવામાં આવે છે.

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શુકલતીર્થ થી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના અને પીએસઆઈ હપ્તા અને ખોટા કેસો કરતા હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નવા શુકલતીર્થ થી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચના નવા શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ કરવા

સાથે પીએસઆઈ દ્વારા હપ્તા લેવામાં આવે છે અને લોકોને ખોટા કેસમાં ફસાવી પાસા કરવામાં આવે છે.જેવા આક્ષેપ સાથે ઝનોર ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને પૂર્વ પટ્ટીના અન્ય ગામના ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી આવી ગેરકાયેદસર પ્રવૃતિઓ બંધ કરાવવાની માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે, દારૂ, જુગાર,આંકડા,માટી ખનન અને રેત ખનન જેના ઉપર પોલીસ પ્રશાસન અંકુશ મેળવવા સદંતર નિષ્ફળ નિવડ્યા છે.જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ બેફામ બની ખુલ્લેઆમ પોતાના કારોબારને અંજામ આપી રહ્યા હોવાના પણ આક્ષેપ ઉઠ્‌યા છે.

ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિઓ ડામવા માટે વારંવાર પોલીસ અને જે તે જીલ્લા પ્રશાસનને રજૂઆતો કરી છે.પરંતુ ભ્રષ્ટાચાર આચરી આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.