Western Times News

Gujarati News

સાત મહિનામાં અમદાવાદ પોલીસે અંદાજીત 2 લાખ વાહનો ચેક કર્યાં

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, ઈસ્કોનબ્રિજ પર જેગુઆરના ચાલક તથ્ય પટેલે સર્જેલા અકસ્માતની ઘટના હજુ શાંત નથી પડી ત્યારે પોલીસ વિભાગની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જાન્યુઆરીથી અત્યાર સુધી અમદાવાદ પોલીસે કુલ ૧,૯૭,૬૮૬ વાહનો ચેક કર્યાં છે,

જેમાં સૌથી વધુ વાહનો ચેકિંગ કરવાનો જશ ઝોન-૭ના નેજા હેઠળ આવતા પોલીસ સ્ટેશનને જઈ રહ્યો છે. શહેરના સિંધુ ભવન રોડ, સરખેજ હાઈવે, સેટેલાઈટ જેવા પોશ વિસ્તારો ડીસીપી ઝોન-૭માં આવે છે, જેમાં સૌથી વધુ નબીરાઓના વાહન ચેકિંગ કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં જયારે પણ કોઈ ઘટના ઘટે ત્યારે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખતી હોય છે. આ સિવાય જયારે કોઈ તહેવાર હોય કે પછી વીવીઆઈપી મૂવમેન્ટ હોય ત્યારે પણ પોલીસ ચેકિંગ કરતી હોય છે. પોલીસ જયારે પણ ચેકિંગ કરે છે ત્યારે તેનો ડેટા ટર્કશ એપ્લિકેશનમાં અપલોડ કરતી હોય છે, જેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ છે, જયાં મોડી રાતે નબીરાઓની મહેફિલ જામતી હોય છે. સ્ટેટંબાજાે, સ્પીડથી વાહન ચલાવતા ચાલકો સહિતના લોકો સિંધુ ભવન રોડ પર જતા હોય છે ત્યારે પોલીસ ખાસ વાહન ચેકિંગ ત્યાં રાખતી હોય છે.

અમદાવાદમાં ઠેરઠેર અકસ્માતની ઘટના બને છે ત્યારે અનિચ્છનીય બનાવને લઈ આઈબીના ઈનપુટ પણ આપવામાં આવતા હોય છે. આ સિવાય દારૂબંધી માટે પણ પોલીસ અવારનવાર ડ્રાઈવ રાખતી હોય છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ એડીચોટીનું જાેર લગાવી દેતી હોય છે.

અમદાવાદમાં ઠેર ઠેર વાહન ચેકિંગ થાય છે, જેમાં સૌથી વધુ વાહન ચેકિંગનો રેસિયો ઝોન-૭નો છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી ઝોન-૭ના નેજા હેઠળ આવતા આઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ૭ર,૪૪૯ વાહનોનું ચેકિંગ કર્યું છે. વાહનોનું ચેકિંગ કર્યા બાદ તેને ટર્કશ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવતો હોય છે,

આ મામલે ઝોન-૭ના ડીસીપી બી.યુ. જાડેજાએ જણાવ્યું છે કે ટર્કશ એપ્લિકેશનમાં જે ડેટા અપલોડ કરવામાં આવ્યો છે તે જાેતાં સૌથી વધુ વાહન ચેકિંગ અમારા વિસ્તારમાં આવતાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ કર્યું છે. નબીરાઓ સ્ટંટ કરે નહીં તેમજ રેસ લગાવે નહીં તે માટે સિંધુ ભવન રોડ પર પોલીસ ચેકિંગ થતું હોય છે. આ સિવાય જુહાપુરા, સરખેજ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે અવારનવાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે.

અમદાવાદના કુબેરનગર, સરદારનગર વિસ્તાર દારૂના ધંધા માટે પંકાયેલા છે, જેના કારણે લોકો તેને દીવ-દમણ પણ કહી રહ્યા છે. બુટલેગરો દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે વાહન ચેકિંગના નામ પર ઉદાસીનતા જાેવા મળી રહી છે. ડીસીપી ઝોન-૪ની હદમાં સાત પોલીસ સ્ટેશન આવી રહ્યા છે, જેમાં છેલ્લા સાત મહિનામાં માત્ર ર૪૯૮ વાહનો ચેક થયા છે.

જાે ઝોન-ટની હદમાં આવતા પોલીસ સ્ટેશન જેવી કામગીરી ઝોન-૪માં આવતા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરે તો કદાચ દારૂનો જથ્થો ઘુસાડતા તત્વો સામે લાલ આંખ કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.