Western Times News

Gujarati News

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈ ચેકિંગ હાથ ધરાશે

રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી-બેઝમેન્ટમાં અનેક નકામી વસ્તુઓ મુકવામાં આવી હતી જેમાં આગ લાગતા અચાનક જ ભડકો થયો હતોઃ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયાઃ સદનસીબે જાનહાની ટળી

અમદાવાદ, અમદાવાદમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચિજાે પડી હતી. જેમાં શોટસર્કિટ થવાને લઈ આગ લાગી હતી.

પ્રાથમિક જાણકારી આ પ્રકારની સામે આવ્યા બાદ હવે રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. આરોગ્ય પ્રધાને કહ્યુ છે કે આ ઘટનાને લઈ રાજ્યમાં આવેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની તપાસ કરવામાં આવશે અને આવી ઘટનાઓની સામે સાવચેતીના આગોતરા પગલા હાથ ધરવામાં આવશે.

પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ હતુ કે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં તપાસ શરુ કરવામાં આવશે. બિનજરુરી ચિજાે જે હોસ્પિટલોના બેઝમેન્ટ કે અન્ય સ્થળે પડી હશે એવા ભંગારનો તત્કાળ નિકાલ કરવા માટે સૂચનાઓ કરવામાં આવશે. તપાસ દરમિયાન બેદરકારી દાખવતી સામે આવનારી હોસ્પિટલના જવાબદારોની સામે આરોગ્ય વિભાગ હવે લાલ આંખ કરશે.

અમદાવાદ, રવિવારે વહેલી સવારે શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જે બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા ત્યાં સારવાર લઇ રહેલા ૧૦૦ જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

ત્યારે સવારથી ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ત્યાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે, આ બેઝમેન્ટમાં અનેક નકામી વસ્તુઓ મુકવામાં આવી હતી. જેમાં આગ લાગતા અચાનક ભડકો થયો હતો અને આસપાસ રહેલા તમામ વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.

આ આગને કારણે ધૂમાડાના ગોટે ગોટા આખા વિસ્તારમાં પ્રસરી ગયા હતા. બેઝમેન્ટમાંથી આગાના ધૂમાડો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી ફાયર વિભાગ પણ અંદર જઇ શકે તેમ ન હતુ.

સીસીટીવીમાં દેખાતા પ્રમાણે બેઝમેન્ટમાં ભંગાર વસ્તુઓ જેમકે, ફર્નિચર, ગાદલા સહિત અન્ચ વસ્તુઓ પણ પડી હતી. આ ભંગારમાં અચાનક કોઇ કારણસર આગ લાગી હતી. બેઝમેન્ટમાં લાગેલી વિકરાળ આગને કારણે ૫૦ જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ૨૯ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ આગની ઘટના વહેલી સવારે ૪ વાગ્યે લાગી હોવાનુ મનાય છે. અહીં આગ કયા કારણોસર લાગી તે એફએસએલના રિપોર્ટ બાદ જ જાણવા મળશે. શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જાે કે કોઈ મોટી જાનહાની ટળી હતી. આગની ઘટનાને પગલે ૧૦૦ જેટલા દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.