Western Times News

Gujarati News

બેદરકારીની કોઈ હદ હોય છે ?… તમે કેટલા બેદરકાર છો ?

પ્રતિકાત્મક

અત્યારે જે કોઈ અકસ્માત થઈ રહયાં છે તે આપણી માટે લાલબત્તી સમાન છે, જાગો નહિતર કાલે કોઈના પણ
ઘરમાં યુવાનો નહીં હોય

કારણ કે ગમે ત્યારે ગમે તેનો વારો આજે આ શબ્દો લખી રહી છું ત્યારે પણ ટીવીમાં જાેયેલ દ્રશ્યો આંખ સામે આવી જાય છે એ ગોજારી ઘટનાના વિચારો ભૂલી શકાતા નથી.

એ દરેક ઘરના સભ્યોની મન-સ્થિતિ વિશે વિચારું ત્યાં આંખમાંથી આસું વહે છે. અનેક સવાલો મનમાં ઉગી રહ્યા છે જેના જવાબ નથી. આપણે કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ? આપણે મશીન પાસેથી કામ લેવામાં પાવરધા છીએ. પણ આપણે પોતાની જાતને વધુ ને વધુ બેદરકારક બનાવી રહે છીએ.

મને એ નથી સમજાતું કે આપણે ક્યાં જવું છે ? કઈ વાતનો અહમ સંતોષવા માટે આપણે હોડમાં ઉતર્યા છીએ? દરેક વ્યક્તિનો જન્મ થાય પછી પરિવાર અને સમાજ તેને સુખરૂપ જીવન જીવવા માટે અમૂક બાબતોનું જ્ઞાન આપે અને એ જ માનવી પછી તેના બાળકોને એ જ બાબતો શિખડાવે.

તેમ ખાસ કેરીને બેદરકારી ન રાખવી એ મૂળભૂત બાબત પણ આપણે શીખીએ છીએ પરંતુ વાત જયારે ટ્રાફિકના નિયમોની આવે ત્યારે આપણે દિવસે દિવસે વધુ લાપરવાહ થઈ રહ્યા હોય તેવું લાગે. સમાજમાં એકસાથે અનેક લોકો જીવતા હોય ત્યારે અન્યની સુખાકારી વિશે વિચારવું એ આપણી ફરજ છે અને જાે તમે ચૂક થાય તો તેની સજા હોવી જાેઈએ.

રસ્તા પર વાહન ચલાવતી દરેક વ્યક્તિએ સૌથી પહેલા અન્યના જીવનને નુકસાન પહોંચે નહી તેનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યારબાદ પોતાનું, પરંતુ આજે આપણા દેશમાં યુવાનો વાહન સ્પીડમાં ચલાવવું અને મનફાવે તેવું વર્તન રસ્તાઓ પર કરવું તે તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેવું માની બેઠા છે.

અત્યારે જે કોઈ અકસ્માત થાય છે તે આપણી માટે લાલબત્તી સમાન છે, જાગો નહિતર કાલે કોઈના પણ ઘરમાં યુવાનો નહી હોય કારણ કે ગમે ત્યારે ગમે તેનો વારો આવી શકે છે. પહેલા ટ્રાફિકને લીધે માત્ર વૃદ્ધો જ ઘરની બહાર નીકળતા પહેલા વિચારતા અને છેલ્લે તો ઘરેથી નીકળવાનું જ તેમને બંધ કર્યું પણ શું કામ કરતાં યુવાનો આવું કરી શકશે ? જાે કોઈ યુવાન ઘરથી નીકળ્યો નહીં તો શિક્ષણ કેમ મેળવશે ?

નોકરી -ધંધો કેમ કરશે ? આવા અનેક સવાલો દિવસે દિવસે વધી રહ્યા છે. સહાય માટે આપણે સંતાનને પૈસાના જાેરે બધી છૂટ આપી છીએ? તમારા પૈસા બીજાના જીવનને નુકસાન પહોંચાડે અને મૃત્યુની ભેટ આપે તો એ પૈસાનો શું અર્થ ? એકસાથે જેમનો કોઈ જ વાંક નથી તેવા દસ લોકોના મૃત્યુ માટે જે યુવાન જ જવાબદાર છે

અને આવા તો અનેક એકલ દોકલ લોકોના છાશવારે મૃત્યુ થાય છે કયારે કોણ રોંગ સાઈડથી આવી જાય કે ક્યારે કોણ મોબાઈલ પર વાત કરવામાં અથડાઈ પડે તેનું નકકી જ નથી ત્યારે સમાજ, સરકાર અને પોલીસ બધાએ સાથે મળીને કડક ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સમય આવી ગયો છે.

તમારી બેદરકારી અથવા ખોટો આનંદ અન્યનું જીવન જાેખમમાં મૂકે તો એ તમારો જ વાંક અને ગુનો છે આજે જ તમારી જાતને પૂછો કે તમે અન્ય લોકો માટે કેટલા બેદરકાર છો ? વાહન તો બધા જ ચલાવે છે તો તમારી બેદરકારીની મર્યાદા કેટલી છે ?

નિયમોની સાથે ખાસ યુવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે નહિતર યુદ્ધના બદલે સરહદ પર નહીં, માત્ર આપણી મુર્ખામી અને અહમને લીધે યુવાન કહેવાતો ભારત દેશ, યુવાનોને જ અકસ્માતમાં ગુમાવશે જેની ખૂબ ખરાબ અસર આવના સમયમાં સમાજ અને પરિવાર પર જાેવા મળશે, જાગો મિત્રો, કોની રાહ જુઓ છો ?
આવી શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.