Western Times News

Gujarati News

GSRTC: એસટી નિગમે ૧૦ વર્ષ બાદ બસના ભાડામાં વધારો કર્યો

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. સરકારે ૧૦ વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી પૂરી સંભાવના છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ ૨૦૧૪ બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે.

જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે. આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજાે. નિગમની લોકલ બસોમાં ૮૫ ટકા મુસાફરો એટલે રોજના ૧૦ લાખ લોકો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે

જેઓને રૂપિયા ૧થી ૬ રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પોતાનો બચાવ કરતાં જણાવ્યું છેકે, તેઓ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી ર્સ્વનિભર બનાવવા પ્રયત્નો કર્યો છે.

જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત બી.એસ.૬ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

એસ.ટી નિગમ દ્વારા સને ૨૦૧૪ પછી ભાડામાં સુધારો કર્યો નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે.

જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી મુસાફર ભાડામાં કોઈ જ વધારો કરાયો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.