Western Times News

Gujarati News

ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં ઉમટ્યા દેશવિદેશના પ્રવાસીઓ

(ડાંગ માહિતી ) ઃ આહવા, સહિયાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ખૂબસુરત ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં દેશવિદેશના પ્રવાસીઓ ઉમટ્યા છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્‌યા હતા. Tourists from abroad flocked to the ‘Megh Malhar Parva’ of Saputara

TCGL ના ‘મોન્સૂન ફેસ્ટિવલ’ ના આયોજનને બિરદાવતા બાંગ્લાદેશની યુવા પર્યટક વિશાખા શર્માએ, સાપુતારાની સુંદરતાના બે મોઢે વખાણ કર્યા હતા. તો અફઘાનિસ્તાનથી સાપુતારા આવેલી યુવતિ મનાર મેહમુદ મોહમ્મદ અહેમદઅલીએ પણ ટુરિઝમના વિકાસ માટે સ્ટેટ ગવર્મેંન્ટના પ્રયાસોને “માસા અલ્લાહ” કહીને સરાહના કરી હતી.

ઉલેખનીય છે કે, સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩’ ને માણવા માટે ૩૦ જેટલા દેશોના ૬૪ જેટલા યુવા પર્યટકો અત્રે પધાર્યા હતા. TCGL મહેમાન બનેલા આ પ્રવાસી પંખીઓ, શ્રીલંકા, બુરૂન્ડી, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન, સિરીયા, નાઈજીરિયા, નેપાલ, અંગોલા, મડાગાસ્કર,

સોમાલિયા, મ્યાનમાર, મોરેશિયસ, ધ ગામબીયા, મલાવી, યમન, ઈજિપ્ત, કમ્બોડિયા, યુગાન્ડા, બોટસવાના, કેન્યા, તુર્કમેનિસ્તાન, ફિજી, રશિયા, ફ્રાંન્સ, ડીજીબૌતી, ઇથોપિયા, ઘાના, મોઝામ્બિક, સહિત કોટે’ડીલ્વોરે જેવા દેશોમાથી ઊડીને આવી, સહિયાદ્રિની ગોદમાં વિહાર કરી ગયા છે.

ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા સાપુતારાના મહેમાન બનેલા આ વિદેશી પર્યટકોને સાપુતારા સહિત ડાંગના નૈસર્ગિક પ્રવાસન સ્થળોથી પણ માહિતગાર કરાવ્યા હતા, તેમ જણાવાયુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.