Western Times News

Gujarati News

“બેટી બચાવો બેટી પઢાવો” દિવસની ઉજવણીઃ નારી વંદન ઉત્સવ-૨૦૨૩

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ-૨૦૨૩” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેને અનુલક્ષીને તા.૦૨/૦૮/૨૦૨૩ ના રોજ બીજા દિને બેટી બચાવો બેટી પઢાવો દિવસ અંતર્ગત ડૉ.ભીમરાવ આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આઇ.સી. ડી. એસ. વિભાગ ખેડાના સંયુકત ઉપક્રમે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કિશોરી મેળામાં સી.ડી.એચ.ઓ દ્વારા એક્ટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને રમત- ગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલ, આરોગ્ય વિભાગ માંથી સી.ડી.એચ.ઓ, દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી, સી.ડી.પી.ઓ પ્રજ્ઞાબેન તથા ગીતાબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમ માંથી લીગલ કમ પ્રોબેશન ઓફીસર કિર્તીબેન જાેષી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ માંથી પેનલ એડવોકેટ ચરૂલત્તા એન. પડિયા હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.