Western Times News

Gujarati News

AAPના કેજરીવાલ અને કેન્દ્ર સરકાર બંને માટે આ અગ્નિપરીક્ષા

રાજ્યસભામાં આજે રજૂ થશે દિલ્હી ઓર્ડિનન્સ બિલ

નવી દિલ્હી,  દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધિત અધ્યાદેશ આવતીકાલે એટલે કે, ૭ ઓગસ્ટે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ગૃહમાં આ બિલ પર ચર્ચા થઈ શકે છે. પત્ર જાહેર કરતા રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીએ જણાવ્યું હતું કે, ૭ ઓગસ્ટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ રાજ્યસભામાં દિલ્હી અધ્યાદેશ બિલ રજૂ કરશે.

આપને જણાવી દઈએ કે, દિલ્હી અધ્યાદેશ ધરાવતું બિલ લોકસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. જ્યારે રાજ્યસભામાંથી પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે જશે, જ્યાંથી તે કાયદો બની જશે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર માટે પણ આ અગ્નિપરીક્ષાથી ઓછું નથી.

સૌપ્રથમ દિલ્હી અધ્યાદેશ બિલ લોકસભામાં સરળતાથી પસાર થઈ ગયું છે. આ બિલ પર ચર્ચા બાદ થયેલા વોટિંગમાં વિપક્ષ નિષ્ફળ ગયો. તો આવતીકાલે રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કરશે. આ બિલ પર ચર્ચા બાદ મતદાન થશે અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલવામાં આવશે.

ત્યાંથી મંજૂરી પછી એક ગેજેટ જારી કરવામાં આવશે, જે પછી તે સંપૂર્ણપણે કાયદાનું સ્વરૂપ લેશે. જ્યારે વિપક્ષ વતી કાૅંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવી બિલ પર ચર્ચા શરૂ કરી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા દિલ્હી અધ્યાદેશનો સૌથી વધુ વિરોધ કરી રહ્યા છે.

આ બિલ દિલ્હીમાં ગૃપ એ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે સત્તાની રચના માટે અમલમાં રહેલા અધ્યાદેશનું સ્થાન લેશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સરકારે સીધો ર્નિણય લેવાને બદલે એલજી પાસેથી મંજૂરી લેવી પડશે. આ બિલને રાજ્યસભામાં પડતું મૂકવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી તમામ વિપક્ષી દળોને મળ્યા છે. આવતીકાલ તેમના માટે અગ્નિપરીક્ષાથી ઓછી નહીં હોય. શાસક પક્ષ માટે પણ આ કોઈ અગ્નિપરીક્ષાથી ઓછું નથી.

નંબર ગેમની વાત કરીએ તો, ભાજપ પાસે ૨૩૮માંથી ૯૨ સાંસદ છે. બિલ પસાર કરવા માટે ૧૧૯ સાંસદોના સમર્થનની જરૂર છે. સમાચાર એ છે કે, વાયએસઆર અને બીજુ જનતા દળ પાસે ૯-૯ સાંસદ છે. એનડીએના અન્ય સહયોગીઓની વાત કરીએ તો, એઆઈએડીએમકે પાસે ૪,

આરપીઆઈ પાસે ૧, ટીડીપી પાસે ૧, અસમ ગણ પરિષદ પાસે ૧, પત્તાલી મક્કલ કચ્છી પાસે ૧, તમિલ મનિલા કોંગ્રેસ પાસે ૧, એનપીપી પાસે ૧, એમએનએફ પાસે ૧ અને યુપીપી પાસે ૧ સાંસદ છે. વિપક્ષમાં કાૅંગ્રેસના ૩૧ સાંસદ છે. વિપક્ષી પાર્ટીઓની વાત કરીએ તો, કાૅંગ્રેસ સિવાય ટીએમસીના ૧,

આમ આદમી પાર્ટીના ૧૦, ડીએમકેના ૧૦, સીપીઆઈ એમના ૫, જેડીયુના ૫, શિવસેના (યુબીટી)ના ૪, એનસીપી (શરદ પવાર ગૃપ)ના ૩, જેએમએમના ૨, સીપીઆઈના ૨, આઈયુએમએલ કેરળ કાૅંગ્રસના ૧, આરએલડીના ૧ અને એમડીએમકેના ૧ સાંસદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.