Western Times News

Gujarati News

ડોમિનિકાથી એન્ટિગુઆ જઈ રહેલા નવ ગુજરાતીઓ ગુમ-હાઈકોર્ટમાં રીટ

ગેરકાયદેસર રીતે યુએસએની બોર્ડરમાં ઘુસાડવાનો ગેરકાયદેસર ધંધો રાજયમાં ચાલે છેઃ અરજદાર

(એજન્સી)અમદાવાદ, વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો જીવને જાેખમમાં મુકી દેતા હોવાનો એક મામલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં ડોમીનીકાથી એન્ટિગુઆ ટ્રાવેલ કરી રહેલી ગુજરાતની નવ વ્યકિતઓ ગુમ થઈ જતાં તેમના સ્વજનો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

તેમના તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે નવ વ્યકિતઓના જીવ જાેખમમાં છે અને રાજય સરકાર કોઈ પણ પ્રકારની મદદ નથી કરી રહી. તેથી આ મામલો ગંભીર હોઈ તાત્કાલીક સુનાવણી કરવામાં આવે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ એન.વી. અંજારીયાની ખંડપીઠે આ મામલો જાહેરહીતની અરજીનો ન બનતો હોવાની ટકોર કરી હતી. અલબત્ત હાલ આ કેસની તાકીદની સુનાવણીનો પણ ખંડપીઠે ઈનકાર કર્યો હતો.

આ મામલે ગુરુવારે ચીફ જસ્ટીસની કોર્ટ સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી કે નવ વ્યકિતઓના જીવ જાેખમમાં મુકાયા છે. તેમની પાસે માન્યય વિઝા છે અને તેઓ ડોમિનીકાથી એન્ટિગુઆ ટ્રાવેલ કરી રહયા હતા. દરમ્યાન તેઓ ગુમ થઈ ગયા છે. અને રાજય સરકારે કંઈ પણ કરી રહી નથી.

ગુજરાત સરકારની જવાબદારી છે કે તેમના સંદર્ભે કાર્યવાહી કરે. આ મામલે ગુજરાતની હદમાં જ પોલીસ ફરીયાદ પણ દાખલ કરાઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે આવો ધંધો ચાલે છે. જેમાં લોકોને ગેરકાયદેસર રીતે અમેરીકાની બોર્ડરમાં ઘુસાડવામાં આવે છે.

આ દેશના દુતાવાસ મદદ કરે છે. પરંતુ સરકાર કોઈ મદદ કરી રહી નથી અને એવું કહે છે કે તમે શા માટે ગેરકાયદેસર રીતે વિદેશ જઈ રહયા હતા. હાઈકોર્ટની ખંડપીઠ ટકોર કરી હતી કે જાે ગુમ વ્યકિતના સ્વજનોએ રીટ કરી છે. તો આ કઈ રીતે જાહેર હીતની અરજી ગણાય.

આ તો અંગત બાબત થઈ. અન્ય ઉપાયો તમારી જાેડે છે એનો ઉપયોગ કરો. આ કેસ જાહેર બોર્ડ પર આવશે ત્યારે સુનાવણી કરીશું. હાઈકોર્ટે એમ પણ પુછયું હતું કે શું તમે સરકારને પીટીશનની કોપી આપી છે ? અરજદાર તરફથી કહેવાયું છે. તેથી કોર્ટ સરકારને કોપી અપાઈ છે. તેથી કોર્ટે સરકારને કહયું હતું કે તેઓ આ મુદે જરૂરી માહિતી મેળવી લે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.