Western Times News

Gujarati News

કારેલીબાગમાં મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જયો

અમદાવાદ પાસિંગની હતી કાર

અકસ્માત સર્જનાર કાર અમદાવાદ પાસિંગની હતી, અક્રમ ભાઈ નામના ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી

વડોદરા, વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. કાર ધડાકા ભેર વૃક્ષ સાથે ટકરાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત સર્જનાર કાર અમદાવાદ પાસિંગની હતી. અક્રમ ભાઈ નામના ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી. કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. A drunken car driver caused an accident in Karelibagh

આ કાર પોલીસ હેડ કવાટર્સની ગાડી હોવાનું ડ્રાઇવરે નિવેદન આપ્યું હતું. ડ્રાઇવરના કહેવા મુજબ, એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઈડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો. વડોદરાના ડભોઇ રોડ પર આવેલા કેલનપુર ગામ નજીક ટ્રકની ટક્કર વાગતા સ્કૂટર સવાર બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજવા રોડ જયઅંબે નગરમાં રહેતો ૩૨ વર્ષનો અમિત ગોપાલભાઇ રાઠોડ અને કિશનવાડી ખોડિયાર ચોકમાં રહેતો ૨૮ વર્ષનો પ્રકાશ નરેન્દ્રભાઇ સોની રાતે સ્કૂટર લઇને વડોદરા તરફ આવી રહ્યા હતા.

કેલનપુર ગામ નજીક આવેલા તતારપુરા ગામના કટ નજીક કેળા ભરેલી એક ટ્રકના ચાલકે તેઓને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા. ટ્રકની આગળના ભાગથી ટક્કર વાગતા રોડ પર પડેલા યુવાનો પર ટ્રકના પૈંડા ફરી વળ્યા હતા. જેના પરિણામે બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા છે. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા કેલનપુર આઉટ પોસ્ટના જમાદાર શૈલેન્દ્રસિંહે ઘટના સ્થળે જઇ બંને મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યારે સ્થળ પર ટ્રક છોડીને ભાગી ગયેલા ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કિશનવાડી વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ, જય અંબે નગરમાં રહેતો અમિત રાઠોડ દવાનું માર્કેટિંગનું કામ કરતો હતો. તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે.તેની બે બહેનો છે. જ્યારે પ્રકાશ ઉર્ફે કાલુના પિતા રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જ્યારે પ્રકાશ છૂટક કામ કરતો હતો. બંને યુવાનોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઇ ગયો હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.