Western Times News

Gujarati News

થાણેની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાકમાં 18ના મોત

મહારાષ્ટ્ર સરકારે ઘટનાની તપાસના આદેશ જારી કર્યા

(એજન્સી)થાણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના વતન થાણે જિલ્લામાં સ્થિત કાલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં ૧૭ દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કલવાની આ હોસ્પિટલમાં રાજકીય પક્ષોના નેતાઓની કતાર લાગી છે. Thane, 18 deaths have been reported in last 48 hours in Chhatrapati Shivaji Maharaj Hospital

રાજકારણીઓ હોસ્પિટલ પ્રશાસન પાસે જવાબ માંગી રહ્યા છે. પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ, શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બે દિવસ પહેલા પણ આ હોસ્પિટલમાં પાંચ લોકોના મોત થયા હતા. તે જ સમયે ૧૭ લોકોના મોત થયા હતા, જેમાંથી ૧૩ આઈસીયુમાં હતા.

આ મોતમાં હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. કેદાર દિઘેનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરો અહીં સ્વચ્છતા પર ધ્યાન આપતા નથી. સાથે જ મંત્રી ગિરીશ મહાજને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા ચાર દિવસમાં હોસ્પિટલમાં મૃત્યુઆંક વધીને ૨૨ થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સમયસર સારવાર ન મળવાને કારણે આ દર્દીઓના મોત થયા છે. આ સમગ્ર મામલે આ હોસ્પિટલના ડીને પણ મીડિયા સામે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. તેમણે આ માહિતી આપી છે કે આટલા મૃત્યુ કેવી રીતે થયા. ડીને જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ દર્દીઓના મોત થયા છે.

જેમાંથી ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મોત થયા છે. કેટલાક લોકો અડધા કલાકમાં મૃત્યુ પામ્યા હતા. આ પૈકીના પાંચ દર્દીઓને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. કેટલાક દર્દીઓ ગંભીર હાલતમાં અહીં આવ્યા હતા. એક દર્દીને ફાટેલું અલ્સર હતું. દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

ડીને અહેવાલ આપ્યો હતો કે ચાર વર્ષના બાળકે કેરોસીન પી લીધું હતું. તેના પેટમાં ઘણું કેરોસીન ગયું હતું. ઘણા પ્રયત્નો પછી પણ અમે તેને બચાવી શક્યા નહિ. એક દર્દીને સાપ કરડ્યો હતો, તેને પણ બચાવી શકાયો ન હતો. તેમણે કહ્યું કે અમે ૨૪ કલાક કામ કરીએ છીએ. ૫૦૦ બેડમાં ૬૦૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમે ક્યારેય કોઈ દર્દીને ના કહેતા નથી. અમે જાણીએ છીએ કે અહીં આવનારા દર્દીઓ ગરીબ છે. તેમણે એમ પણ કહ્યું છે કે અમે ગંભીર દર્દીઓને બચાવી શક્યા નથી. જાે કે અમે તેમના અંતિમ શ્વાસ સુધી પ્રયાસ કરી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.