Western Times News

Gujarati News

ફ્લાઈટની વિન્ડશિલ્ડ તૂટતા પેસેન્જરોના શ્વાસ અધ્ધર

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. બે ઘડી તો પેસેન્જરના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે ફ્લાઈટે જેવું ટેક ઓફ કર્યું કે ૨૦ મિનિટની અંદર જ વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી.

હવે ફ્લાઈટ હવામાં આકાશમાં સફર કરી રહી હોય ત્યારે અચાનક આવી દુર્ઘટના ઘટે તો પછી ઈમરજન્સી એલાર્મ પણ વાગવા લાગે છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે વિન્ડ શિલ્ડ તૂટી જતા પેસેન્જરોને આ અંગે જાણ થઈ અને લોકો ગભરાઈ ગયા હતા. કેમ કે જાે વિન્ડશિલ્ડ સંપૂર્ણપણે તૂટી જાય એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હોત તો તમામ લોકોના જીવ જાેખમમાં મુકાયા હોત.

મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ૨૦ મિનિટ થઈ હતી અને અચાનક એક પક્ષી વિન્ડશિલ્ડ પર અથડાઈ ગયું હતું. જેથી કરીને તેમા ક્રેક પડી ગઈ અને એરપોર્ટ સ્ટાફે તાત્કાલિક આની જાણ પાયલટને કરી દીધી હતી. જાેતજાેતામાં લોકોમાં પણ ભય પ્રસરી ગયો કારણ કે એરપ્રેશર અને એમાં વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી.

તેવામાં હવે ચિંતા એ હતી કે આકાશમાં ફ્લાઈટ છે અને જાે કઈ અન્ય ઘટના ઘટી તો શું થશે. આ મોટી દુર્ઘટના ન સર્જાય એના માટે ફ્લાઈટના સ્ટાફે મોટો કોલ લીધો હતો.

બીજી બાજુ આ ફ્લાઈટને ફરીથી દિલ્હી ડાયવર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જાેતજાેતામાં તેને એરપોર્ટ પર લેન્ડ કરાવવા માટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં તેમણે અધિકારીઓએ મળીને વ્યવસ્થા ઘડી હતી. જેના કારણે ૮૪ પેસેન્જર સાથેની આ ફ્લાઈટ ફરીથી અહીં પરત ફરી હતી.

જ્યાં તેને એક સ્પેસ અલોટ કરવામાં આવી હતી ત્યાં સેફટી પૂર્વ લેન્ડ થઈ ગઈ હતી. આ દરમિયાન પછી તમામ મુસાફરોને એરપોર્ટ પર ફરીથી લઈ જવામાં આવ્યા હતા.

ત્યારપછી મેનેજમેન્ટ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફે મળીને આ ફ્લાઈટની વિન્ડશિલ્ડ ચેન્જ કરવાની પ્રોસિજર શરૂ કરી દીધી હતી. તો બીજી બાજુ મુસાફરો માટે એક ખાસ ફ્લાઈટ શરૂ કરાઈ હતી. જેથી કરીને તેઓ સુરત પહોંચી શકે. જાેકે આ ઘટનાને ચપળતા પૂર્વક હેન્ડલ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

જેથી કરીને સ્ટાફ અને પાયલોટ સહિતની ટીમની પ્રશંસા થઈ રહી છે. ૮૪ મુસાફરોના જીવ બચાવવા અને યોગ્ય સમયે ફ્લાઈટ ડાયવર્ટ કરી બિઝી એરપોર્ટ શેડ્યૂલ પર પણ ઈમરજન્સી લેન્ડિંગ ગણતરીની મિનિટોમાં જે ગતિએ કર્યું એની પેસેન્જરોએ પણ પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.