Western Times News

Gujarati News

સ્વત્રંતતા દિનના પાવનપર્વ નિમિત્તે સ્કુલોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત  77 માં સ્વત્રંતતા દિનના પાવનપર્વ પર રાષ્ટ્રીય તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત  77 માં સ્વત્રંતતા દિનના પાવનપર્વ પર રાષ્ટ્રીય તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી શાળાના કર્મનિષ્ઠ અને મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત એવા શિક્ષિકા બહેનશ્રી જમનાબેન ગામીતના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

શાળાના સંચાલકશ્રી લાલજીભાઈ નકુમ દ્વારા અતિથિઓનું સ્વાગત અને યોગમાં વિશેષ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. NCC કેડેટ્સ દ્વારા પરેડ રજુ કરવામાં આવી હતી.

ત્યાર બાદ શાળાના બાળકોએ વિભિન્ન કૃતિઓ જેવી કે ભારત નાટયમ, દેશભક્તિ ગીત પર ગ્રુપ ડાન્સ,ગીત ગાન,કવિતા ગાન,પંજાબી, કરાટે, યોગ કૃતિ વગેરે રજુ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી સિંહ રાજેશભાઇ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.