Western Times News

Gujarati News

AMCના 78 કરોડ દાવ પર લગાવી દાણીલીમડા CETP શરૂ કરવા ભાજપ પ્રભારીનું દબાણ

પ્રતિકાત્મક

એસોસીએશન દર મહિને રૂા.રર.૮૦ લાખ પેનલ્ટી ચુકવવા તૈયાર: ૩૦ એમએલડી સીઈટીપી (30 MLD CETP-Common Effluent Treatment Plant) માટે કેન્દ્ર સરકારે હજી સુધી રાતીપાઈ પણ આપી નથી

નોડલ એજન્સીઓ હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશનના કરોડો રૂપિયા રોકાયા

(દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, સાબરમતી નદીમાં જતા પ્રદુષિત પાણીને રોકવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બહેરામપુરા વિસ્તારમાં 30 MLD ક્ષમતાનો CETP (CETP is used to treat the wastewater from multiple industries located in a particular area)  તેમજ પંપીગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી ગ્રાન્ટ જયારે ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન દાણીલીમડા દ્વારા તેમના ભાગે આવતો ફાળો આપવાની શરત હતી. Pressure from BJP in charge to start Danilimda CETP.

સદર પ્રોજેકટમાં મ્યુનિ. કોર્પોરેશનની ભુમિકા માત્ર નોડલ એજન્સી તરીકેની જ રહી છે. સદર પ્રોજેકટ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં હજી સુધી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો નથી સરકારી ગ્રાન્ટ હજી સુધી ૧૦૦ટકા મળી નથી તેમજ નોડલ એજન્સી હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશનના કરોડો રૂપિયાનું તેમાં રોકાણ થયું છે

સદર રકમ કોર્પોરેશનને ન મળે ત્યાં સુધી મ્યુનિ. કમિશ્નર પ્લાન્ટ શરૂ કરવાના મુડમાં નથી જયારે રાજકીય લાભ ખાટવા માટે મ્યુનિસિપલ મ્યુનિ.ભાજપના પ્રભારી તેમજ બે સબ કમિટી ચેરમેન તંત્ર પર સતત દબાણ કરી રહયા હોવાની વિગતો બહાર આવી છે.

શહેરના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના પાણી ટ્રીટ થઈ નદીમાં જાય તે માટે ર૦૧૯માં આ વિસ્તારમાં ૩૦ એમએલડીનો સીઈટીપી બનાવવા માટે મંજુરી આપવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર તરફથી રૂા.૪૪.૧૬ કરોડ, રાજય સરકાર તરફથી રૂા.પ૭.૬૧, અને એસોસીએશન તરફથી રૂા.૧૦.૯૮ કરોડ ખર્ચ કરવાના હતાં

પરંતુ સદર પ્રોજેકટનું કામ ૧૦૦ટકા પૂર્ણ થઈ ગયું હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને રાતીપાઈ પણ આપવામાં આવી નથી. પ્રાપ્ય જાણકારી મુજબ જે પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકારે ગ્રાંટ ફાળવવા માટે જાહેરાત કરી હતી તે પ્રોજેકટ જ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હોવાથી રૂા.૪૪.૧૬ કરોડ મળે તેવી શક્યતા નહીવત છે

જયારે રાજય સરકારે હજી સુધી માત્ર ર૩ કરોડ જ ફાળવ્યા છે અને રૂા.૩૪.૬૧ કરોડની ગ્રાન્ટ બાકી છે આમ રૂા.૧૧ર.૭પ કરોડની સામે તંત્રને રૂા.૩૩.૯૮ કરોડ જ મળ્યા છે જયારે રૂા.૭૮.૭૭ કરોડ લેવાના બાકી છે. જેની સામે મ્યુનિ. કોર્પોરેશને કોન્ટ્રાકટરને રૂા.૬૬ કરોડનું પેમેન્ટ કર્યું છે તેથી કોર્પોરેશનની તિજાેરીમાંથી રૂા.૩ર કરોડનો ખર્ચ થયો છે

તેમજ વધુ રૂા.ર૦ કરોડ ચુકવવાના બાકી રહે છે. કેન્દ્ર અને રાજય સરકાર તરફથી બાકી રહેતી ગ્રાંટ રૂા.૭૮.૭૭ કરોડ કોર્પોરેશનને ન મળે ત્યાં સુધી મ્યુનિ. કમિશ્નર સીઈટીપી શરૂ કરવા માટે તૈયાર નથી. પરંતુ મ્યુનિ. ભાજપ પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ સીઈટીપી શરૂ કરાવવા માટે છેલ્લા ૮ થી ૧૦ મહિનાથી કમિશ્નર પર સતત દબાણ કરી રહયા છે.

અત્રે નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા પણ મ્યુનિ. પ્રભારી અને શહેર મેયર જમાલપુરના પૂર્વ ધારાસભ્ય કે જેઓ આ પ્રોજેકટ સાથે સંકળાયેલા છે તેમની મુલાકાત લીધી હતી તે સમયથી અત્યાર સુધી સદર સીઈટીપી શરૂ કરવા માટે મ્યુનિ. પ્રભારી દ્વારા અધિકારીઓ પર સતત દબાણ કરવામાં આવી રહયું છે

તથા અવારનવાર આ મામલે મેયર ઓફિસમાં મીટીંગ પણ કરી રહયા છે જેમાં તેમને નવી ટર્મમાં ઉચ્ચ હોદ્દો મેળવવાની લાલચે કેટલાક કોર્પોરેટરો પણ સહકાર આપી રહયા છે. જયારે સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન બાકી રહેતી રકમ ન મળે ત્યાં સુધી સીઈટીપી શરૂ કરવાના મુડમાં નથી.

મ્યુનિ. કોર્પોરેશન તરફથી તૈયાર કરવામાં આવેલ ૩૦ એમએલડી સીઈટીપી શરૂ થાય તે માટે એસોસીએશન તરફથી અલગ અલગ પ્રકારની બાંહેધરીઓ આપવામાં આવી છે જેમાં બાકી રહેતી સરકારી ગ્રાંટ યેનકેન પ્રકારે છ મહિનામાં લાવી આપવાની બાહંધરીનો પણ સમાવેશ થાય છે

તેમજ જયાં સુધી સદર ગ્રાંટ ન આવે ત્યાં સુધી દર મહિને રૂા.રર.૮૦ લાખ પેનલ્ટી પેટે ચુકવવા માટે પણ એસોસીએશને તૈયારી દર્શાવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સદર પેનલ્ટીની રકમ માર્ચ-ર૦ર૪ થી ફેબ્રુઆરી- ર૦રપ સુધીના સમયગાળા દરમિયાન લેવાની ગણતરી કરવામાં આવી છે તથા સદર રકમ પ્રતિ એમએલડી પ્રતિમાસ મુજબ વસુલ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોજેકટના કોન્ટ્રાકટરને ૩પ.૬૪ કરોડ, ટોરેન્ટ પાવરને રૂા.૧.૮૭ કરોડ, ડીઝાઈન માટે રૂા.૧ કરોડ તેમજ પ્રોજેકટ કન્સલ્ટન્ટને રૂા.૭૮ લાખ ચુકવવામાં આવ્યા છે તથા કોન્ટ્રાકટરને વધુ ૧૭.૩પ કરોડ ચુકવવાના બાકી છે. આમ મ્યુનિ. કોર્પોરેશને કુલ રૂા.પ૭.૧૩ કરોડની રકમ પર વાર્ષિક ૧૦ ટકા લેખે પેનલ્ટીની ગણતરી કરી છે.

આમ પેનલ્ટી સાથે કુલ રૂા.૮ર.૧૦ કરોડની જવાબદારી એસોસીએશન તરફથી લેવામાં આવે તો ૧ર મહિના માટે પેનલ્ટી પેટે રૂા.૬.૮૪ કરોડ થાય. સદર રકમને ૩૦ એમએલડી મુજબ ગણતરી કરવામાં આવે તો પ્રતિ એમએલડી રૂા.રર.૮૦ લાખની પેનલ્ટી દર મહિને થાય છે જે રકમ એસોસીએશન તરફથી મ્યુનિ. કોર્પોરેશનને આપવાની રહેશે.

જાેકે એસોસીએશન તરફથી જે બાંહેધરી આપવામાં આવી છે તેમાં સરકારી ગ્રાન્ટ ન આવે તેવા સંજાેગોમાં પ્રોજેકટની બાકી રકમ કોર્પોરેશનને કોણ ચુકવશે તે સૌથી મોટો સવાલ છે જેના કારણે મ્યુનિ. કમિશ્નર હજી સુધી રાજકીય દબાવમાં આવ્યા નથી અને પ્લાન્ટ શરૂ કરવા માટે તૈયાર થયા નથી. જાેકે રાજકીય દબાણ સામે મ્યુનિ. કમિશ્નર કેટલુ ઝઝુમે છે તે જાેવાનું રસપ્રદ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.