Western Times News

Gujarati News

ટીવીના કલાકારો ઓણમની ઉજવણી કઈ રીતે કરે છે: ચાલો જાણીએ

Neeharika Roy

કેરાલામાં ઓણમની ઉજવણી મહાન રાજા મહાબલીના ઘર વાપસીની ઉજવણીના ભાગરૂપે થાય છે. આ તહેવાર ભગવાનના પોતાના દેશની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણી છે અને તે લોકોને પ્રેમ, સંવાદિતતા તથા ખુશાલી સાથે એકજૂટ કરે છે. તે સંખ્યાબદ્ધ રિવાજો અને પરંપરાઓ દ્વારા ઉજવવામાં આવે છે, જેમાં પરંપરાગત ડિશની તૈયારી, નવા કપડા પહેરવા તથા ઘરને ફૂલો અને લાઈટ્સથી સજાવે છે.

કેરાલામાં ઓણમએ લણણીની સિઝનનું પણ પ્રતિક ગણાય છે, આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે અને તે ખૂબ જ જાદુ ઉભો કરે છે. તો તહેવારની સિઝન આવી ગઈ છે, ત્યારે ચાલો જોઈએ કે, ઝી ટીવીના કલાકારો જેવા કે, ભાગ્ય લક્ષ્મીનો મોહિત મલ્હોત્રા, કુમકુમ ભાગ્યનો નવીન શર્મા, પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિનો ગૌરવ વાધવા, પ્યાર કા પહેલા નામ રાધા મોહનની નીહારિકા રોય ઓણમ તથા તેની મહત્વતા વિશે તેમના વિચારો જણાવે છે.

મોહિત મલ્હોત્રા, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં વિક્રાંતનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “ઓણમએ મને પરિવાર, એક્તા અને સાથે રહેવાની ભાવનાની મહત્વતા યાદ અપાવે છે, જે બધાને એકબીજાની નજીક લાવે છે. આ એક તહેવાર નથી, પણ જીવનનો એક એવો માર્ગ છે, જે પ્રેમ, સંવાદિતતા અને ખુશાલી આપે છે.

ઘણા દક્ષિણ ભારતીય મિત્રો હોવાને લીધે હું નસીબદાર છું કે, મને તેમની ઉજવણીમાં ભાગ લેવાનો પૂરતો મોકો મળ્યો છે. તેમને મને હંમેશા ખુલ્લા દિલથી આવકાર્યો છે. આ ઉજવણીની મુખ્ય બાબત છે, સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય ભોજન, ખાસ તો આ દિવસે જ બનાવવામાં આવતી મોઢામાં પાણી લાવતી ડીશ પોંગલ. હું આ પ્રસંગે ઓણમની ઉજવણી કરતા મારા તમામ મિત્રો અને પરિવારજનોને હાર્દિક શુભકામના પાઠવું છું અને આશા રાખું છું કે, આ તહેવાર તેમના માટે ખૂબ જ પ્રેમ, સંવાદિતતા તથા ખુશાલી લાવશે.”

નવીન શર્મા, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં આર્યનનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “ઓણમએ આપણા દેશની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક ઉજવણી છે, લોકોમાં તે એક્તા અને સમૃદ્ધિના જુસ્સા તરીકે ઉજવાય છે. હું દક્ષિણ ભારતીય તો નથી, પણ મુંબઈમાં મારા એક મિત્રની મદદથી મને આ સુંદર તહેવારની ઉજવણીનો હિસ્સો બનવાનો મોકો મળે છે.

આ તહેવારની મુખ્ય બાબત છે, પૂકાલામ (ફૂલોની રંગોળી) બનાવવી, ઓનાસાદ્યા (ભવ્ય ભોજન)ની તૈયારી અને થિરુવાથિરા કાલી ડાન્સનું આયોજન કરવું. હું માનું છું કે, આ ફક્ત એક તહેવાર નથી, પણ એક સુંદર ચાકડો છે, જે પ્રેમ, પરંપરા અને એક્તાથી બનેલો છે. આ શુભ પ્રસંગ આપણા બધાના જીવનમાં ખુશાલી, સમૃદ્ધિ અને એક્તા લાવે તેની શુભેચ્છા સાથે, ઓણમની હાર્દિક શુભકામના.”

ગૌરવ વાધવા, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિમાં કીર્તનનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “ઓણમ એ એક રંગીન તહેવારોની શરૂઆત છે, જે મને આપણા દેશના સુંદર સાંસ્કૃતિ ઉજવણીની યાદ અપાવે છે, જે આપણને એક કરે છે. હું નસીબદાર છું કે, મારા ઘણા સારા દક્ષિણ ભારતીય મિત્રો છે અને ભૂતકાળમાં જ્યારે પણ હું તેમની સાથે તેમની ઘરે આ પરંપરામાં જોડાયો છું તો મને હંમેશા ખૂબ જ સારો આવકાર મળ્યો છે.

ઓણમએ એક ખાસ પરંપરાથી કંઈક વધુ છે, તેમાં પ્રેમનું, સાથે રહેવાનું મહત્વ સમજાવ્યું છે એટલું જ નહીં પણ તહેવાર દરમિયાન તેઓ તેને બહાર પણ લાવે છે. સુંદર પૂકોલામ ફૂલોની ડિઝાઈન કરવામાં આવે છે, થિરુવાથિરા કાલી ડાન્સ કરવામાં આવે છે અને આકર્ષક વિલાક્કુ લાઈટ્સ આપણને ખુશાલી અને આનંદની યાદ અપાવે છે, જે ક્યારેય ઓછું થશે નહીં. જેઓ આ ખાસ સમયની ઉજવણી કરી રહ્યા છે, તે બધા મારા મિત્રોને અને તેમના પરિવારને હું શુભેચ્છા પાઠવું છું. આ ઓણમ બધાના જીવનમાં પ્રેમ, સફળતા તથા એક્તા લાવે તેવી હાર્દિક શુભકામના!”

નીહારિકા રોય, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં રાધાનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “મારી દ્રષ્ટિએ ઓણમએ એક્તા, પરંપરા અને જીવનમાં આંતરિક ખુશીની ઉજવણી છે, જે આપણને આપણા મૂળ, આપણા ભૂતકાળના ગૌરવની ઉજવણી તથા આપણી એક્તાનું પ્રતિક છે. હકિકતે તો આ તહેવાર દરમિયાન બધી બજારોને સુંદરતાથી સજાવવામાં આવે છે અને લોકો નવા કપડા તથા આભૂષણોની ખરીદી કરે છે.

ઓણમની બીજી સૌથી પ્રતિકાત્મક બાબત છે, ફૂલોની રંગોળી જેને ‘પૂકાલમ કહેવાય છે, જે તહેવારની ઉજવણી વખતે ઘરની બહાર કરવામાં આવે છે. બધાથી વધુ, મને આ તહેવારની ઉજવણી એટલા માટે ગમે છે, કેમકે તે દરેકના જીવનમાં ઘણી સકારાત્મક્તા અને ખુશાલી લાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.