Western Times News

Gujarati News

સતત વધતું વજન પણ હાર્ટ અટેકનું કારણ બની શકે છે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, તાજેતરમાં, આવી ઘણી ઘટનાઓ જાેવા મળી રહી છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. તો નાની ઉંમરે હાર્ટ એટેકના કારણો શું છે. સૌ પ્રથમ હાર્ટ અટેકનું કારણ આપણી અનિયમિત આહાર અને જીવન શૈલી છે.જેના કારણે બેડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. સ્ટ્રેસ પણ હાર્ટ અટેકનું કારણ છે.

માનસિક તણાવયુક્ત જીવનશૈલી હાર્ટઅટેક તરફ દોરી જશે. સતત વધતું વજન પણ હાર્ટ અટેકનું કારણ બની શકે છે. માટે પ્રોપર ડાયટની સાથે આપ વર્કઆઉટને રૂટીનમાં એડ કરો. હાર્ટ અટેકને રોકવા માટે બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. ખાંડ સફેદ ઝેર સમાન છે. ડાયટમાં તેનું સેવન સપ્રમાણ કરો.

આ સિવાય સમયાંતરે તમારા સ્વાસ્થ્યની ખાસ કરીને કોલેસ્ટ્રોલની તપાસ કરતા રહો, જેથી તમે કોલેસ્ટ્રોલ, શુગર, વજન, લીવરની સ્થિતિ વિશે જાણી શકો અને જાે કોઈ સમસ્યા હોય તો તેને સમયસર નિયંત્રિત કરી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.