Western Times News

Gujarati News

બિલ વગર માલ ખરીદીને વેચી નાંખતા પાન મસાલા વિક્રેતાઓને ત્યાં GSTની તપાસ

પ્રતિકાત્મક

સુરત, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરત અને દક્ષીણ ગુજરાતમાં એક સાથે ૧પ પાનમસાલા વિક્રેતાઓને ત્યાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસમાં વિભાગે તમામ સ્થળો પરથી મોટાભાગે દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. તપાસ બાદ મોટી ટેક્ષચોરી સામે આવે તેવવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે કેટલાક તમાકુ વિક્રેતાઓ બીલ વગરનો માલ મંગાવે છે. અને બીલ વગર તેને વેચી નાખે છે. આ રીતે મોટાપાયે જીએસટી ચોરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ડીપાર્ટમેન્ટ દ્વારા છુપી રીતે તપાસ કરવામાં આવી હતી.

જેમાં કેટલીક વાસ્તવીકતા બહાર આવતા ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતમાં ભાગળ, અમરેલી, કતારગામ, સહીતના વિસ્તારોમાં છ સ્થળો સહીતી દક્ષીણ ગુજરાતના કુલ૧પ સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમીક તપાસમાં કેટલાક તમાકુ વિક્રેતાઓને બે નંબરમાં માલ ખરીધો હતો અને તેને બિલ વગર જ બારોબાર વેચી નાખતા હોવાનો ખુલાસો થયો હતો.

તમામ સ્થળો પરથી વિભાગે ખરીદી-વેચાણ અને સ્ટોક પત્રક સહીતના હીસાબી દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. તપાસ બાદ મોટી રકમની ટેકચોરી ઝડપાય તેવી સંભાવના છે. થોડા દિવસ પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ટયુશન કલાસીસ સંચાલકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અને મોટી રકમની ટેક્ષચોરી ઝડપી પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.