Western Times News

Gujarati News

તમન્ના ભાટિયા માલદિવમાં વેકેશન મનાવી રહી છે

મુંબઈ, વેબ સીરિઝ ‘આખરી સચ’ ફેમ તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી માલદીવમાં વેકેશન માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયા બીચ પર મસ્તી કરતી જાેવા મળી રહી છે. તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફ તેમજ વેબ સીરિઝ ‘આખરી સચ’ને લઈને ઘણી ચર્ચામાં છે. તમન્ના ભાટિયાની આ વેબ સિરીઝ OTT પર ધમાલ મચાવી રહી છે.

આ દરમિયાન તમન્ના ભાટિયાએ માલદીવની પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમન્ના ભાટિયાના માલદીવ વેકેશનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ તેમના બોયફ્રેન્ડ વિજયને સાથે ન જાેઈને ચાહકો સવાલ કરી રહ્યા છે.

તમન્ના ભાટિયાએ માલદીવથી પોતાનો ફોટો શેર કર્યો છે, આ તસવીરમાં તમન્ના ભાટિયા સિમ્પલ લુકમાં જાેવા મળી રહી છે. તમન્ના ભાટિયાનો આ લૂક આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયો હતો. આ પહેલા તમન્નાએ સ્વિત્ઝરલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.