Western Times News

Gujarati News

વરસાદ ખેંચાતા સ્થિતિ બદતર, ખેડૂતોની પ્રભુને પ્રાર્થના

હિંમતનગર, સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારું વાવેતર કરી દીધું પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. વરસાદ ન પડતા ફુવારા ચાલુ કરાયા છે તો પાકમાં પણ વિવિધ પ્રકારની જીવાત જાેવા મળી છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો પરંતુ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો છે. આમ તો ખેડૂતોએ મહામહેનતે ખેતી કરી છે પરંતુ આ વર્ષે ખેડૂતો ને કંઈ વળતર મળી શકે તેમ નથી. મોઘીંદાટ દવાઓ બિયારણ, ખાતરનો છંટકાવ કર્યા બાદ પણ જાે વરસાદ ન પડે તો જે વાવેતર કરેલો છે એ પણ બચાવવું મુશ્કેલ બને તેમ છે. એટલે જ તો ખેડૂતો પણ હાલ તો વરસાદની રાહ જાેઈ રહ્યા છે.

સાથે ઈયડ અને ડોડનો પણ ઉપદ્રવ થતા એક સમસ્યા વધુ ઉભી થઈ છે. કૂવામાં થોડા સમય ચાલે તેવું પાણી છે. હવે ખેડૂતોને માત્ર કુદરતનો આશરો છે. ચોમાસું ખેતીનું વાવેતર બચાવી શકે તેમ છે. વરસાદ થાય તેવી ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે ૨૧૭૧૧૯ હેક્ટરમાં તમામ પાકનું વાવેતર કર્યું છે, જેમાં મુખ્ય પાકની વાત કરીએ તો મગફળીનું ૬૬૪૪૫, કપાસનું ૫૮૯૬૩, સોયાબીનનું ૧૭૮૮૯ સહિત શાકભાજીનું ૧૪૬૫૮ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો સામે આ વખતે વરસાદ ન પડતાં ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

વરસાદ ન પડતાં પાકમાં વિવિધ જીવાત અને ડોર, સફેદ ફુગ સહિત ઈયળનો ઉપદ્વવ વધી રહ્યો છે તો સાથે-સાથે પુરતું પાણી ન મળતા પાક પણ સુકાઈ રહ્યો છે. જાે હજુ પણ વરસાદ ન પડે તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. હજુ પણ વરસાદની કોઈ આગાહી નથી જેને લઈ ખેડૂતોના જીવ ટાળવે ચોંટ્યા છે.

મગફળીમાં હાલ પાણીની જરૂરિયાત વધુ છે તો કપાસ પણ સુકાવા લાગ્યો છે. જેથી ખેડૂતો હાલ તો કાગડોડે વરસાદની રાહ જાેઈ રહ્યા છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતોએ સિંચાઈ શરૂ કરવી જાેઈએ અને સાવચેતીરૂપે પગલા લેવા માટે ગ્રામસેવકોને જણાવાયું છે.

એક તો અપુરતો વરસાદ તો સામે કૂવાના તળ નીચા ગયા તો ખેડૂતો માત્ર વરસાદની જ રાહ જાેઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડશે. જાે જલ્દી વરસાદ નહીં પડે તો ખેડૂતના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જાય તેમાં નવાઈ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.