Western Times News

Gujarati News

અરવલ્લીઃ “હક્ક હમારા લેકે રહેંગે” : મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

છેલ્લા કેટલાંય વખતથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નોના મુદ્દે હવે રાજ્યના મહેસૂલ કર્મચારીએ સરકાર સામે બાંયો ખેંચી છે.સોમવારથી રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓએ અચોક્કસ મુદતથી હડતાલ પર ઉતાર્યા છે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૧૧૯ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા જીલ્લા સેવાસદન કચેરી ખાતે ધરણા કરી તેમની પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી કામગીરી થી અળગા રહી હડતાલ યથાવત રહેશેનું જણાવ્યું હતું.

રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ પણ હજુ સુધી કોઇ નિરાકરણ આવી શક્યુ નથી પરિણામે હવે મહેસૂલ કર્મચારીઓ પણ સરકાર સામે જંગે ચઢ્યાં છે.

અરવલ્લી જીલ્લાના ૧૧૯ મેહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા વિવિધ સંસ્થાઓની સેવામાં અસર પડી હતી  જેમાં પુરવઠા વિભાગ તેમજ જન સેવા કેન્દ્ર અને જમીનને લગતી કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

મહેસૂલ કર્મચારી મહામંડળના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, રેવન્યૂ તલાટી સંવર્ગને મહેસૂલમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા,કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા,આવી 17 માંગણીઓને લઇને રજૂઆતો કરાઇ પણ હજુ કોઇ ઉકેલ આવી શક્યો નથી.
સરકાર હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને મહેસૂલ ર્મચારીઓના પ્રશ્ન ઉકેલેવો જોઈએ મહેસૂલ કર્મચારીઓનુ કહેવુ છેકે, જયાં સુધી સરકાર પ્રશ્નોનુ નિરાકરણ નહી લાવે ત્યાં સુધી લડત જારી રહેશે. રાજ્યના  દસ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાતાં સરકારી કામકાજ ખોરવાશે તેવી શક્યતાને પગલે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં મૂકાયાં છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.