Western Times News

Gujarati News

નિવૃત્ત અને નિમણુંક પામેલા આચાર્યાે અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના અતુલ પાસે પી.કે.ડી વિદ્યાલય,અટાર ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહિવટી તથા તેજસ્વી તારલા તથા નિવૃત અને નવા નિમણૂંક પામેલ ૩૩ જેટલા આચાર્યોનો સન્માન કાર્યક્રમ યુજાયો હતો.

જેનાં અધ્યક્ષ સ્થાનેથી માનનીય જિ.શિ.અધિકારીશ્રી ,વલસાડ શ્રી બી.ડી.બારિયા સાહેબે ઇચ્છા શક્તિ , કાર્યક્ષ્રેત્રોમાં પ્રાવિણ્યતા (કમાન્ડ ઓવર) , પોતાનાં ક્ષ્રેત્રોમાં સતત અપડેટ અને અપગ્રેડ થતા રહેવાની વાત કરી હતી. મુખ્ય વક્તા એવા પારુલ ર્યુનિવસીટી,

વડોદરાનાં ડેપ્યુટી રજીસ્ટાર ડો.પવન દ્રિવેદી સતત એક કલાક ધારદાર વાણીથી મૂલ્ય શિક્ષણ ,શિક્ષણમાં સંવેદના અને માનવતા ,વ્યસન મુક્તિ અને મોબાઇલનો વિવેક પૂર્વ ઉપયોગ તથા સ્કિલ બેઝ લર્નિંગ અને શિક્ષણની શક્તિ અને દઢ સંકલ્પ શક્તિથી ધાર્યું કામ પાર પાડી શકાય છે. એવી દમદાર રજૂઆત કરી હતી.

નવા વરાયેલા ૩૩ જેટલા આચાર્યોનું સ્મૃતિભેટ તથા તેજસ્વી આચાર્ય સંતાનોનું ટ્રોફી દ્રારા તેમજ ૨૦૨૨-૨૩માં નિવૃત થયેલા પાંચ જેટલા આચાર્યોનું સંઘ દ્રારા સ્મૃતિભેટ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બપોર પછીનાં સેશનમાં મુખ્યસંપાદક માધ્યમિક સંદેશ તથા નિવૃત આચાર્ય શ્રી ભરતભાઇ એસ રાણા દ્રારા આચાર્યોને મૂંઝવતા વહીવટી પ્રશ્નો અંગે ખુબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરુઆતામાં પી.કે.દેસાઇ હાઇસ્કુલની બાળાઓએ સુંદર પ્રાર્થના અને સ્વાગત રજૂ કર્યું હતું. યજમાન શાળાનાં આચાર્ય શ્રી જીતેન્દ્ર ટંડેલ તથા વ.જિ.આચાર્ય સંધનાં પ્રમુખ શ્રી પંકજસિંહ પરમારે મહેમાનોને આવકાર્યા અને સ્વાગત કર્યું હતું.સંધનાં ઉપપ્રમુખ શ્રી દિપકભાઇ પટેલે ભરતભાઇ રાણાનો પરિચય આપ્યો હતો.

સંધનાં મહામંત્રીશ્રી દિનેશભાઇ પટેલે આભાર વિધિ કરી હતી.સંઘનાં પ્રવકતા શ્રી રિતેશભાઇએ સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન કર્યું હતું.આ પ્રસંગે જિ.શિ.અધિકારીશ્રીની કચેરીનાં શિક્ષણ નિરીક્ષક શ્રીબિપીનભાઇ તથા ડોમ્સ એજ્યુકેશન પ્રા.લિ. તથા નવનીત પ્રા.લિ.નાં

અધિકારીશ્રીઓ તથા અતિથિ વિશેષ તરીકે નવસર્જન કેળવણી મંડળનાં ઉપપ્રમુખ શ્રી બળવંતભાઇ , વિવિઘ ઘટક સંઘોનાં પ્રમુખશ્રીઓ શ્રી નિનાદભાઇ રાઠોડ,શ્રી દિપકભાઇ પટેલ અને શ્રીસંજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.સમગ્ર કાર્યક્રમનાં સુંદર આયોજન બદલ સંધનાં તમામ હોદ્દેદારો તથા યજમાન શાળાની સમગ્ર ટીમને ઉપસ્થિત તમામ આચાર્યોશ્રીઓએ બિરદાવી અને આભારની લાગણી વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.