Western Times News

Gujarati News

અમદાવાદ, વડોદરા સહિતના શહેરોને ૧૧ સપ્ટેમ્બરે નવા મેયર મળશે

અમદાવાદ, અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા મનપાના પદાધિકારીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈ ભાજપ સૂત્રો તરફથી મહત્વની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના નવા પદાધિકારીઓને લઈ નામોની અટકળ તેજ થઈ છે.

એએમસીના નવા પદાધિકારીઓની વરણી ૧૧ સપ્ટેમ્બરે થવાની છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની ૧૧ સપ્ટેમ્બરે વરણી થવાની છે. જેમાં પ્રતિભા જૈન એએમસીના નવા મેયર બની શકે છે. સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન માટે જતિન પટેલનું નામ નક્કી તેમજ ડે. મેયર તરીકે અરવિંદ પરમારના નામની ચર્ચા છે.

વધુમાં જણાવી દઈએ કે, એએમસી ભાજપ પક્ષના નેતા માટે દિલીપ બગડિયા લગભગ નક્કી હોવાની સૂત્રો પાપ્ત વિગતો છે. સુરત મનપામાં ૧૧ સપ્ટેમ્બરે નવી બોડીની રચના થવાની છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિની રેસમાં ક્યાં ક્યાં નામ છે તેના વિશે તમને જણાવીએ. મેયરની રેસમાં મુળ સુરતી અશોક રાંદેરિયાનું નામ સૌથી ઓગળ છે.

તેમજ દક્ષેશ માવાણી અને રાજૂ જાેળિયાનું નામ પણ મેયર રેસમાં હોવાની ચર્ચા છે. ડેપ્યુટી મેયરની રેસમા ઉર્વશી પટેલ, નેન્સી શાહ, રેશમા લાપસીવાળાના નામની ચર્ચા છે. સ્ટેન્ડિંગ કમિટિમાં દિનેશ રાજપુરોહિત, દક્ષેશ માવાણી, રોહિણી પાટીલની ચર્ચા છે. શાસક પક્ષ નેતા તરીકે કોઇ પરપ્રાંતિયના હોવાની વિગતો છે.

ભાવનગર મહાનગરપાલિકામાં મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત થવાની છે. જેમાં મેયર તરીકે મહેશ વાજા, ભારતીબેન મકવાણા, અશોક બારૈયા, ભરત મકવાણાના નામની ચર્ચા છે. ડેપ્યુટી મેયર તરીકે ભાવના દવે, ભાવના સોનાની, મોના પારેખનું નામ આગળ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજુ રાબડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ મોખરે છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ભાવેશ મોદી, કુમાર શાહનું નામ આગળ હોવાની સૂત્રો પાપ્ત વિગતો છે.

સૂત્ર પાપ્ત વિગતો મુજબ વડોદરામાં મેયર પદે હેમિષા ઠક્કર અને ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટનું નામ નક્કી હોવાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે મનોજ પટેલનું નામ મૂક્યું છે. સાંસદે હેમિષા ઠક્કર, વિધાનસભા દંડકે મનોજ પટેલનું નામ મુક્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.