Western Times News

Gujarati News

પોષણ માસની ઉજવણી અંતર્ગત 88 હજારથી વધુ પ્રવૃત્તિઓમાં આશરે 21 લાખ લોકો જોડાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર-ર૦ર૩ દરમિયાન ૬ઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની આ વર્ષની થીમ “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ નક્કી કરવામાં આવી છે. આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

પોષણ માહ ર૦ર૩ દરમિયાન  માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS), પોષણ ભી પઢાઈ ભી (PBPB), મિશન LiFE (LiFE style for Environment) દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી મારો દેશ (MMMD), આદિવાસી આધારીત પોષણ સેન્સિટાઇઝેશન, ટેસ્ટ, ટ્રીટ, ટોક – એનિમિયા જેવી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્‍દ્રિત કરવામાં આવ્યું છે.

પોષણ માસ નિમિત્તે રાજયના તમામ જિલ્લાઓમાં જિલ્લા, તાલુકા અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ અંદાજીત ૮૮,૦૭પ જેટલી પ્રવૃત્તિઓમાં ર૦,૯૭,ર૦ર જેટલા લોકો સહભાગી થયા છે.

જે અંતર્ગત માત્રને માત્ર સ્તનપાન અને ઉપરી આહારની થીમ અંતર્ગત ૧૯૭૪૧ જેટલી ગૃહ મુલાકાત કરવામાં આવી છે તથા આહાર નિદર્શન કરવામાં આવેલ છે, તેમાં ૩,૩૩,૧૬૬ જેટલા લાભાર્થીઓ/લોકોને આવરી લેવામાં આવેલ છે. સ્વસ્થ બાળક સ્પર્ધા થીમ અંતર્ગત સેન્સેટાઇઝેશનની પ્રવૃત્તિ અને ગ્રોથ મેઝરમેન્ટ માટેની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જેની સંખ્યા ૮૬૬૯ પ્રવૃત્તિઓની છે અને તેમાં ૧૮૯૮૭૦ લાભાર્થી બાળકોને આવરી લેવામાં આવ્યા હતા.

પોષણ ભી પઢાઇ ભી થીમ અંતર્ગત ગૃહ મુલાકાત દ્વારા વાલીઓની મુલાકાત કરી બાળકોની ‘વિકાસ યાત્રા’ બુક બતાવવી અને ઉંબરે આંગણવાડી કાર્યક્રમ યુટ્યુબ પર બતાવવાની, રમકડા-આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમુદાય કેન્દ્રિત ખેલો ઔર પઢો કાર્યક્રમ તથા સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપવા માટે નિદર્શનને લગતા ૧૪૧૭૧ જેટલા કાર્યક્રમો કરી ર૬૯૧૧૮ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

આ જ રીતે મિશન LiFE દ્વારા પોષણ સ્તરમાં સુધારો લાવવાની થીમ હેઠળ મિલેટસ વિશે જાગૃતિ માટે ગૃહ મુલાકાતો, પૌષ્ટિક આહાર અને આરોગ્ય સુઘારા માટે આયુષ જીવનશૈલી પ્રથાઓને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ અને યોગ તથા એનિમિયાને દૂર કરવા આયુષની ભૂમિકા પર વેબિનાર જેવી ૧૮પ૯૭ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી

તેમાં પ,૯ર,૪પપ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. મારી માટી મારો દેશ થીમ અંતર્ગત પોષણ શપથના ર૧૪ર કાર્યક્રમોમાં ૭૭૩પપ લોકોએ શપથ લીધા હતા.

આ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં કિશોરીઓ/સગર્ભા મહિલાઓ/ધાત્રી માતાઓ માટે એનિમિયા નિદાન કેમ્પ, પોષણના પાંચ સૂત્રો હેઠળ પ્રથમ ૧૦૦૦ દિવસ/ઝાડા વિશે/વોટર એન્ડ સેનીટેશન તથા હાઇજીન વિશે સેન્સેટાઇઝેશન પ્રવૃત્તિ, સાયકલ રેલી/પદયાત્રા/પ્રભાતફેરી તથા સ્થાનિક આગેવાનો/નેતાઓ સાથે મિટીંગ માટેની ર૪૭પપ પ્રવૃત્તિઓમાં ૬,૩પ,ર૩૮ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

આ આયોજનમાં આહારલક્ષી વિવિધતાને પ્રોત્સાહન આપવા અને પોષણલક્ષી વર્તણૂક વિશે જાગૃતિ લાવવા તથા આ મહત્વપૂર્ણ હેતુ માટે દરેક નાગરિકને સુપોષિત ભારત તરફના આ જન આંદોલનમાં ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.