Western Times News

Gujarati News

નેપાળનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જાણવા કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે

નેપાળના કૃષિ અર્થશાસ્ત્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને નેપાળ સરકારના કૃષિ અને પશુધન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેના લાભોની જાણકારી મેળવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે આવ્યું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  કહ્યું હતું કે, નેપાળ પણ રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ બંધ કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઇચ્છુક છે.

નેપાળના પ્રધાનમંત્રી રાસાયણિક ખાતર માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનું સૂચન કર્યું હતું અને એ માટે જરૂરી માર્ગદર્શન આપવાની પણ તૈયારી દર્શાવી હતી.

આ સંદર્ભે ભારત સરકારના વિદેશ મંત્રાલયના માધ્યમથી નેપાળ સરકારનું પ્રતિનિધિ મંડળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી મેળવવા ભારત આવ્યું છે.

આજે કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નેપાળના પ્રતિનિધિ મંડળને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિગતવાર જાણકારી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હરિ ઓમે પણ ટેકનિકલ જાણકારી આપી હતી. પ્રતિનિધિ મંડળે આજે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.