Western Times News

Gujarati News

ચીન જે પ્રોજેક્ટને તૈયાર કરવા 10 વર્ષથી મહેનત કરી રહ્યું હતું તેને ભારત-UAE સમજૂતીથી અસર થશે

ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર સમજૂતીથી ચીન રોષે ભરાયું

(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં યોજાયેલી જી-૨૦ ઘણા વૈશ્વિક મુદાઓ અને દેશો-દેશો સાથે કેટલા મહત્વના એગ્રીમેન્ટને મંજૂરી મળી. જેમાં ભારત માટે ખૂબ જ મહત્વ એવા મધ્ય પૂર્વ, અમેરિકા અને યુરોપ સાથે કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ હતી.

આ કોરિડોર માટે એવું મનાઈ છે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ટાર્ગેટ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેને લઈ ચીનને પેટમાં દેખાવો થઇ શકે છે. આ મામલે ચીનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

ચીને ગઇકાલે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે આ કોરિડોરનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેનો હેતુ સાથે મળી વિકાસ અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો હોવો જાેઈએ. તે ભૌગોલિક રાજનીતિનું હથિયાર ન બનવું જાેઈએ. આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વનો મનાય રહ્યો છે.

આ પ્રોજેક્ટને વિકસાવવા માટે સંકળાયેલા તમામ દેશોએ સાથે આવી એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે. આ પ્રોજેક્ટ અંગે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આ કોરીડોર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)ને સીધો પડકાર આપી શકે છે. ચીન તેના આ પ્રોજેક્ટને તૈયાર કરવા છેલ્લા ૧૦ વર્ષથી મહેનત કરી રહ્યું છે.

ચીનને આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે અત્યાર સુધીમાં અબજાે ડોલરનો ખર્ચ કર્યો કરી નાખ્યો છે. આઈએમઈસીહેઠળ તૈયાર થયેલ આ પ્રોજેક્ટ ભારતના બંદરોને યુએઈના જળમાર્ગ સાથે જાેડશે. ત્યારબાદ તેને રોડ અને રેલ દ્વારા સાઉદી સાથે જાેડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.