Western Times News

Gujarati News

‘વેલકમ ટુ ધ જંગલ’એ ૧૦૦ કરોડના ક્લબમાં મારી એન્ટ્રી

૮મા દિવસે ૪.૫૦ કરોડનું કલેક્શન કર્યું

સેકનિલ્કના રિપોર્ટ મુજબ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું

મુંબઈ, અક્ષય કુમારની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થયા પછીથી જ હિટ રહી છે. લોકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘ભૂત બંગલા’ પછી તે ૨૦૨૬ની અક્ષયની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. એવામાં હવે ફિલ્મએ માત્ર ૯ દિવસમાં ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે. તો ચાલો તમને જણાવીએ કે તે તેના બજેટના કેટલા ટકા રિકવર થઈ છે.‘વેલકમ ટુ ધ જંગલ’ એ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહીછે.

સેકનિલ્કના રિપોર્ટ મુજબ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા અઠવાડિયાની પણ શરૂઆત સારી રહી હતી.સેકનિલ્ક મુજબ ફિલ્મે બીજા શુક્રવારે ૮મા દિવસે ૪.૫૦ કરોડનું કલેક્શન કર્યું.દરમિયાન ફિલ્મે ૯મા દિવસે રાત્રે ૮ઃ૩૦ વાગ્યા સુધીમાં ૩.૮૫ કરોડનું કલેક્શન કર્યું.આ પછી ફિલ્મનું ભારતમાં ચોખ્ખું કલેક્શન ૧૦૧.૫૦ કરોડ પર પહોંચી ગયું છે.જોકે ‘વેલકમ ટુ ધ જંગલ’ના બજેટ અને તેની રિકવરીના ટકાવારી વિશે વાત કરીએ તો સેકનિલ્ક મુજબ ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન ૧૪૩.૨૭ કરોડ પર પહોંચી ગયું છે, જ્યારે કોઈમોઈ અનુસાર તેનું બજેટ ૧૨૫ કરોડ હતું.

આ હિસાબથી ફિલ્મનો નફો માત્ર ૯ દિવસમાં ૧૪.૬૨% પર પહોંચી ગયો છે.જોકે ‘વેલકમ ટુ ધ જંગલ’માં ૩૦ કલાકારોનો સમાવેશ થાય છે. અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ અને અન્ય કલાકારો છે.વેલકમ ટુ ધ જંગલ એ અક્ષય કુમારની ૨૦૨૬ ની બીજી મોટી હિટ ફિલ્મ બની છે. આ અભિનેતાએ અગાઉ ‘ભૂત બંગલા’ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ હોરર કોમેડી ફિલ્મની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.