કાજલ અગ્રવાલ રામાયણ ફિલ્મમાં મંદોદરીની ભૂમિકામાં
રામાયણના પહેલા ભાગમાં મારો રોલ નજીવો છે : કાજલ અગ્રવાલ
‘રામાયણ’માં અન્ય અગ્રણી કલાકારોની સાથે રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણની ભૂમિકા નિભાવી રહ્યા છે
મુંબઈ, કાજલ અગ્રવાલે ‘રામાયણ’ના પહેલા ભાગમાં પોતાની ભૂમિકા તદ્દન નજીવી હોવાની વાત સ્વીકારી છે. તે ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહી છે.પ્રોજેક્ટ વિશે વાત કરતા કાજલે જણાવ્યું કે તેણે માત્ર પ્રથમ ભાગ માટે શૂટ કર્યું છે અને પ્રારંભિક પ્રકરણોમાં લંકાનો હિસ્સો નાનો હોવાથી સ્વાભાવિકપણે મંદોદરી તરીકે તેની ભૂમિકા નાની રહેવાની છે.
જોકે, તેણે કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાથી મને ઘણું શીખવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘રામાયણ’માં અન્ય અગ્રણી કલાકારોની સાથે રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણની ભૂમિકા નિભાવી રહ્યા છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ આ વર્ષે અને આવતા વર્ષે દિવાળી દરમ્યાન રજૂ થવાની છે.કાજલ હવે ૨૪ જુલાઈએ રજૂ થનારી ‘ઈન્ડિયા સ્ટોરી’માં પણ જોવા મળશે.SS1
