Western Times News

Gujarati News

કપૂર પરિવારની લાડલી અંશુલાના મહેંદી ફંક્શનમાં પટોળું પહેર્યું

પટોળું ગુજરાતની શાન છે

૦૦ વર્ષ જૂની આ કલાને સજાવતા, અંશુલા તેના નવા ગુજરાતી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવવા માંગતી હતી

મુંબઈ, કપૂર પરિવારની દીકરીના હાથમાં મહેંદી લાગી ગઈ છે. તેમજ ચુડા રીવાજ પણ પૂર્ણ થયો છે. અંશુલા કપૂર ગુજરાતી પરિવારની વહુ બનવા જઈ રહી છે. ત્યારે તેમણે મહેંદી સેરમનીમાં ખુબ સુંદર ટ્રેડિશનલ લહેંગો પહેર્યાે હતો. જેનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન છે.બોની કપૂરની મોટી દીકરી અંશુલા કપૂર ૬ જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.આજે અંશુલા રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલા પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

દુલ્હનનો મહેંદી લુક હવે જાહેર થઈ ગયો છે. આ માટે, તેણીએ પીળા અથવા પેસ્ટલ રંગોને છોડીને વાદળી લહેંગા પહેર્યાે, જેણે લોકોના દિલ જીતી લીધા.૯૦૦ વર્ષ જૂની આ કલાને સજાવતા, અંશુલા તેના નવા ગુજરાતી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવવા માંગતી હતી, જે તેના પટોળા લહેંગાએ સંપૂર્ણ રીતે કર્યું હતું. મહેંદી લુક ફંક્શન માટે અંશુલાએ પટોળું પહેર્યું હતુ. જે ગુજરાતની ફેમસ પટોળાથી પ્રેરિત છે.

પોતાના લુક પાછળની પ્રેરણા વિશે વાત કરતા, અંશુલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે આ પોશાક તેના નવા પરિવાર અને તેના સાંસ્કૃતિક મૂળને જોડે છે.“મારી મહેંદી માટે, હું ઇચ્છતી હતી કે મારો લુક તે પરિવારનું સન્માન કરે જેની સાથે હું જોડાઈ રહી છું,ડિઝાઈનરની સિગ્નેચર મિરર વર્ક ડિટેલિંગ આને મોર્ડન ટચ આપી રહ્યું છે. જેમણે અંશુલાએ પોતાના સાસરિયાની સંસ્કૃતિ અને વિરાસતને સમ્માન આપવા માટે પસંદ કર્યું છે.પટોળું ગુજરાતની શાન છે. આજે પટોળું દુનિયાભરની ઓળખ બની ગયું છે. અંશુલાના ડ્રેસને અર્પિતાએ ડિઝાઈન કર્યાે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.