Western Times News

Gujarati News

અદાણીની ૩ કંપનીઓમાં એક મહિનામાં ૭૦૦ કરોડના શેર ખરીદાયા

નવી દિલ્હી, અદાણી જૂથ ચાલુ વર્ષમાં અનેક ઉથલપાથલમાંથી પસાર થયું છે છતાં તેના શેરોમાં મોટા રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્‌સની ખરીદી જારી છે. હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી અદાણી જૂથના શેરોમાં ૭૦થી ૮૦ ટકા જેટલો કડાકો આવ્યો હતો. ત્યાર બાદ આ ગ્રૂપ નેગેટિવ અહેવાલો વચ્ચે પણ સ્થિર થયું છે. અદાણી જૂથ સામે તાજેતરમાં નવા આરોપો થયા હતા છતાં તેના શેરોમાં ખરીદી ચાલુ છે.

ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્‌સ દ્વારા અદાણી જૂથની ત્રણ કંપનીઓમાં ૭૦૦ કરોડથી વધારે કિંમતના શેર ખરીદવામાં આવ્યા છે. તાજેતરમાં સમાપ્ત થયેલા ઓગસ્ટ મહિનામાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પાવર અને અદાણી એનર્જીના શેરમાં મ્યુચ્યુઅલ ફંડે ભારે ખરીદી કરી હતી. ગયા મહિને મ્યુ. ફંડ્‌સે જે લાર્જ કેપ શેરોની ખરીદી કરી તેમાં આ ત્રણ ટોપ પર હતા. લેટેસ્ટ આંકડા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં અદાણી પાવરમાં મ્યુચ્યુઅલ ફંડ્‌સનું હોલ્ડિંગ ૬૧ લાખ શેરનું હતું.

તેની સાથે જુલાઈ મહિનામાં ૧૭ લાખ શેર ખરીદવામાં આવ્યા હતા. વેલ્યૂની રીતે જાેવામાં આવે તો ૧૯૪ કરોડ રૂપિયાના Adani Energyના શેરની ખરીદી થઈ હતી જે જુલાઈ મહિનામાં ૪૬ કરોડની હતી. અદાણી એનર્જીમાં પણ ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્‌સ ૨૨ લાખ શેર ધરાવતા હતા જ્યારે એક મહિના અગાઉ તેમાં ૧૬ લાખ શેર હતા. વેલ્યૂની રીતે જાેતા મ્યુ. ફંડ્‌સ પાસે Adani Powerના શેરોની વેલ્યૂ ૧૨૭ કરોડથી વધીને ૧૭૮ કરોડ થઈ છે.

નિપ્પોન AMCએ અદાણી એન્ટરપ્રાઈઝિસમાં પોતાનું હોલ્ડિંગ ઘટાડ્યું છે. ઓગસ્ટ મહિનામાં નિપ્પોન પાસે ૧૨ લાખ શેર હતા જ્યારે જુલાઈમાં આ કંપનીમાં ૬ લાખ શેર હતા. ક્વેન્ટ મ્યુચ્યુઅલ ફંડે અદાણી એન્ટરપ્રાઈઝિસના ૩૪૪ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. માત્ર મ્યુચ્યુઅલ ફંડ્‌સ જ નહીં, ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ય્ઊય્ પાર્ટનર્સે પણ ગયા મહિને અદાણી પાવરમાં વધુ ૮ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ શેર ૧.૧ અબજ ડોલરની ડીલમાં ખરીદવામાં આવ્યો હતો.

GQG Partners દ્વારા અદાણી પોર્ટ્‌સ અને સેઝમાં પણ ઓગસ્ટ મહિનામાં ૨૨ લાખ શેર ખરીદવામાં આવ્યા હતા. તેમાં તેનો સ્ટેક હવે વધીને ૫ ટકા થઈ ગયો છે. ડેલોઈટે અદાણી પોર્ટના સ્ટેચ્યુટરી ઓડિટર તરીકે રાજીનામુ આપ્યું હોવા હતા GQG પાર્ટનર્સ દ્વારા આ શેર ખરીદવામાં આવ્યા છે.

આજે બીએસઈ સેન્સેક્સ ૦.૩૭ ટકા અથવા ૨૪૫ પોઈન્ટ વધીને ૬૭,૪૬૬ પર બંધ રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર ૦.૬૨ ટકા ઘટીને ૨૫૧૬ પર બંધ આવ્યો હતો. અદાણી એનર્જીનો શેર ૧.૮૧ ટકા ઘટીને ૮૩૬ પર બંધ રહ્યો હતો. જ્યારે અદાણી પાવરનો શેર ૨.૫૦ ટકા ઘટીને ૩૭૬ પર બંધ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.