Western Times News

Gujarati News

નવાઝુદ્દીન સિદ્દિકી અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘હડ્ડી’ ZEE5 પર રીલિઝ થઈ

ઝી સ્ટુડિયોઝ, સંજય સાહા અને રાધિકા નંદાના અનંદિતા સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત તથા અક્ષત અજય શર્મા દ્વારા નિર્દેશિત આ ડાયરેક્ટ-ટૂ-ડિજિટલ ફિલ્મ 7 સપ્ટેમ્બર, 2023ના રોજ ZEE5 પર રીલિઝ થશે

ભારતનું સ્વદેશી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને એકથી વધારે ભાષામાં મનોરંજન પૂરું પાડતું પ્લેટફોર્મ ZEE5એ એની આતુરતાપૂર્વક રાહ જોવાથી ડાયરેક્ટ-ટૂ-ડિજિટલ ફિલ્મ હડ્ડીનું ટ્રેલર તાજેતરમાં રીલિઝ કર્યું હતું. પ્લેટફોર્મ પર ટ્રેલર લોંચ થયા પછી અત્યાર સુધી દર્શકો અને સમગ્ર દેશનાં સમીક્ષકો નવાઝુદ્દીન સિદ્દિકીના ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરના પાત્રથી અભિભૂત થયા છેય

અને સંપૂર્ણ ફિલ્મને જોવાની તેમની આતુરતા વધી ગઈ છે. નવાઝુદ્દીન સિદ્દિકી ઉપરાંત આ બદલાની ભાવનાથી ભરપૂર ડ્રામા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અનુરાગ કશ્યપની સાથે ઇલા અરુણ, મોહમ્મદ ઝીશાન અય્યુબ, સૌરભ સચદેવ, શ્રીધર દુબે, રાજેશ કુમાર, વિપિન શર્મા અને સહર્ષ શુક્લા આગળ પડતી ભૂમિકાઓમાં છે. ઝી સ્ટુડિયોઝ અને અનંદિતા સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત હડ્ડી એક અપરાધ અને બદલાની ભાવના પર આધારિત ડ્રામા છે, જે ZEE5 પર જોવા મળશે.

એનસીઆર, ગુરગાંવ અને નોઇડાની આધુનિક દુનિયાની પૃષ્ઠભૂમિમાં ફિલ્મ દર્શકોને બદલાની ભાવનાથી ભરપૂર એક ટ્રાન્સજેન્ડર હડ્ડીના જીવનમાં લઈ જાય છે. આ ભૂમિકા નવાઝુદ્દીન સિદ્દિકીએ ભજવી છે, જે ટ્રાન્સજેન્ડર્સની ગેંગમાં જોડાવા માટે અલ્હાબાદથી દિલ્હી આવે છે અને પોતાના પરિવાર સાથે દુર્વ્યવહાર કરનાર શક્તિશાળી ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલી એક વ્યક્તિ સામે બદલો લેવા અપરાધિક ફૂડ ચેઇનનાં શિખર પર પહોંચી જાય છે.

આ રાજકારણીની ભૂમિકા અનુરાગ કશ્યપે ભજવી છે. અક્ષત અજય શર્મા અને અદમ્ય ભલ્લા દ્વારા સહ-લિખિત ‘હડ્ડી’ એક રોમાંચક અને ડગલે ને પગલે નવા વળાંકોથી ભરપૂર રસપ્રદ ડ્રામા રજૂ કરે છે, જે સમગ્ર રાજધાનીમાં સક્રિય અપરાધીઓની જટિલ સાંઠગાંઠને રસપ્રદ રીતે બહાર પાડે છે.

નવાઝુદ્દીન સિદ્દિકીએ કહ્યું હતું કે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, હું ટ્રાન્સજેન્ડરની ભૂમિકા કરીશ. મેં હંમેશા એને મહિલા પાત્ર તરીકે ભજવવાનો અભિગમ રાખ્યો હતો, કારણ કે દરેક ટ્રાન્સજેન્ડર મહિલા સંપૂર્ણ મહિલા બનવા ઇચ્છે છે. ફિલ્મમાં અભિનય કરતાં અગાઉ હું ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે રહ્યો હતો અને મહિલા બનવાની તેમની ઇચ્છાને સમજ્યો હતો.

આ અનુભવમાં મને એક કિંમતી બોધપાઠ શીખવા મળ્યો હતો કે, ભૂમિકા સીધી ભજવવાને બદલે મારે એક મહિલા પાત્રને જીવંત કરવું જોઈએ. મેં ખંતપૂર્વક તૈયારી કરી હતી, મેક અપ માટે ત્રણ કલાક લાગશે અને પછી એ જ દિવસે અન્ય કોઈ ફિલ્મમાં બીજું પાત્ર ભજવવું પડશે એ પડકારથી હું સારી રીતે વાકેફ હતો.”

અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, “મને અક્ષત અને હડ્ડી બનાવવા માટે તેણે કરેલી મહેનત પર ગર્વ છે. અક્ષતે ઘણાં વર્ષો સુધી એડી (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે મને મદદ કરી છે અને એક નિર્દેશક તરીકે એની પ્રથમ ફિલ્મમાં એક અભિનેતા તરીકે મોખરાની ભૂમિકા કરવા મળી એ બદલ હું નસીબદાર હતો.

હડ્ડી એક ઉગ્ર, જુસ્સાદાર, બદલાની ભાવનાથી ભરપૂર ડ્રામા ફિલ્મ છે અને તમે તેમાં અગાઉ ક્યારેય ન જોયું એવું જોશો. ઉપરાંત ચાહકો આ સંપૂર્ણ નવા અવતારમાં નવાઝને પસંદ કરશે, જેમાં તેણે એક વાર ફરી પોતાની ક્ષમતાને પુરવાર કરી છે. હું ZEE5 પર હડ્ડીની રીલિઝને લઈને આતુર છું અને મને આશા છે કે, દર્શકો આ અપરાધ અને બદલાની ભાવના પર આધારિત રોમાંચક અને દિલધડક ફિલ્મને પસંદ કરશે.”

ડિરેક્ટર અક્ષત અજય શર્માએ કહ્યું હતું કે, “હડ્ડી બદલો, હિંસા અને સત્તાની ઝેરી દુનિયાની આસપાસ કેન્દ્રિત છે, જે અપરાધીની માનસિકતાને સમજવા તરફ દોરી જાય છે. આ સમાજની ક્રૂરતા દર્શાવે છે. પાત્રો અને આ રાજકારણી-ગેંગસ્ટર-ટ્રાન્સજેન્ડર ડ્રામાની રચનામાંથી બહાર નીકળવામાં મને ઘણો સમય લાગ્યો હતો. ખરેખર રોમાંચકતા સાથે મને આશા છે કે, ‘હડ્ડી’ દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરવાની સાથે ZEE5 પર અમારા દર્શકોના હૃદય પર અમિટ છાપ છોડશે.”

ઇલા અરુણે કહ્યું હતું કે, “રસપ્રદ વાર્તા, એક વિસ્તૃત પટકથા અને જકડી રાખે એવા પ્લોટ સાથે હડ્ડી એક અલગ અને બદલાની ભાવના પર આધારિત એક વિશેષ પ્રકારની ફિલ્મ છે, જેમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની વાત રજૂ કરવામાં આવે છે. રેવતી માની ભૂમિકા અતિ વિશેષ હતી, કારણ કે ફિલ્મમાં આ એક મહત્વપૂર્ણ પાત્ર છે.

જોગાનુજોગે હું ફિલ્મમાં એકમાત્ર મહિલા કલાકાર પણ છું. જ્યારે તમે હડ્ડી જોશો, ત્યારે તેમાં તમને ગેંગ વોર, વિવિધ પ્રકારની લાગણીઓ, જીવનનું સત્ય અને વાસ્તવિકતા, પાવર કે શક્તિનું માળખું અને એક ભ્રષ્ટ સમાજ કેવી રીતે ટ્રાન્સજેન્ડર્સની નબળાઈનો લાભ લે છે તથા તેમની તેમના અધિકારો માટેની લડાઈ જોવા મળશે. મને આશા છે કે, દર્શકો અલગ ફિલ્મ હડ્ડીને જોશે અને પસંદ કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.