Western Times News

Gujarati News

બનાસકાંઠા GIDCમાંથી ભેળસેળ યુક્ત મરચું મળી આવ્યું

પ્રતિકાત્મક

(એજન્સી)પાલનપુર, બનાસકાંઠા જીઆઈડીસીમાંથી ભેળસેળ યુક્ત મરચુ મળી આવ્યું છે. વેપારી મરચામાં કલરની ભેળસેળ કરે છે તેવી બાતમીનાં આધારે રેડ પાડી હતી. મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે. પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડરનુ ઉત્પાદન કરતું હતું.

અંદાજે ૬ લાખની કિંમતનો ૨૧૦૦કિલો જથ્થો જપ્ત કરાયો છે.અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.૪૬,૪૪૦ કિંમતનો ૨૬૦ કિ.ગ્રામ જથ્થો તેમજ જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ રૂ ૧૧૨૦૦ કિંમતનો ૩૦ કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે. આ નમૂનામાં ભેળસેળ જાેવા મળી છે.

જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખોરાક ઔષધનિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખાદ્યચીજાેના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.