Western Times News

Gujarati News

મહિલા અનામત બિલને લઈને સંસદના બન્ને ગૃહ સ્થગિત

(એજન્સી)નવી દિલ્હી, પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજાે દિવસ છે અને સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે.

આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ બપોર ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે, આ પહેલા પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી, જાે કે કેન્દ્રિય મંત્રીએ જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.

આ સિવાય નવા સંસદભવનમાં અંધીર રંજન ચૌધરીના ભાષણ દરમિયાન હોબાળો થયો હતો અને સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા સભ્યોએ બેસી જવા કહ્યું હતું પરંતુ અધીર રંજન ચૌધરીએ પોતાની વાત ચાલુ રાખી હતી અને ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ થયા હતા.

આજે નવા સંસદભવનમાં રજૂ થયેલા બિલમાં મહિલા માટે લોકસભા-વિધાનસભામાં ૩૩ ટકાની જાેગવાઈ છે. નવા સંસદભવનમાં પ્રથમ સત્રમાં જ મહિલા અનામત બિલ રજૂ કરાયું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ અમે તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે આ બિલને પાસ કરાવવાનું સપનું અધૂરું રહી ગયું.

મોદીએ મહિલા આરક્ષણ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપ્યું
સંસદના વિશેષ સત્રનો આજે બીજાે દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા જતા જાેવા મળ્યા હતા. પીએમ મોદી દ્વારા કાર્યવાહી શરુઆત પહેલા પીએમ મોદીએ નવા સંસદભવનમાં પહેલું સંબોધન કર્યું હતું.

નવા સંસદમાં પીએમ મોદીએ પ્રથમ સંબોધનની શરૂઆત કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા સદનમાં નવી શરૂઆત સંદર્ભે મારી દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી મિચ્છામી દુક્કડમ! આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે.

મળતી માહિતી અનુસાર આજે નવા સંસદભવનની શરુઆતના દિવસે મહિલા અનામત બિલ રજૂ થઇ શકે છે. વડાપ્રધાન મોદીએ આ મામલે બોલતા જણાવ્યું કે, અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે સપનું અધૂરું રહી ગયું.

ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા આરક્ષણને બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપ્યું છે. આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ.

આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં ૧૯૪૭માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. વિદાય આપતા સમયે પીએમ મોદીએ કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જાેઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.