Western Times News

Gujarati News

આ વર્ષે રાષ્ટ્રીય સિનેમા દિવસ ૧૩મી ઓક્ટોબરે ઉજવાશે

મુંબઈ, ગત વર્ષે ભારતમાં ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીનો અર્થ એ છે કે આ દિવસે સિનેમાની ટિકિટ સસ્તી કરવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો ફિલ્મો જાેઈ શકે. ગયા વર્ષે આ ઇવેન્ટ ખૂબ જ સફળ રહી હતી.

દેશભરના થિયેટરોમાં બતાવવામાં આવેલી તમામ ફિલ્મોની ટિકિટ ૭૫ રૂપિયામાં વેચાઈ હતી. તે દિવસોમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ થિયેટરમાં ચાલી રહી હતી. રાષ્ટ્રીય સિનેમા દિવસના દિવસે આ ફિલ્મની કમાણીમાં ૨૩૯%નો ઉછાળો આવ્યો હતો.

ગયા વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દેશભરના તમામ થિયેટરોમાં ૧૩ ઓક્ટોબરને રાષ્ટ્રીય સિનેમા દિવસ તરીકે ઉજવશે. આ દિવસે પ્રતિ ફિલ્મ ટિકિટની કિંમત માત્ર ૯૯ રૂપિયા હશે.

આ વર્ષે રાષ્ટ્રીય સિનેમા દિવસ ૪,૦૦૦ થી વધુ સ્ક્રીન્સ પર ઉજવવામાં આવશે. સવારે ૬ વાગ્યાથી ફિલ્મના શો શરૂ થશે. આ વર્ષે પણ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ફરી એકવાર આ ઓફર લઈને આવ્યું છે. રાષ્ટ્રીય સિનેમા દિવસ ૧૩ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઉજવવામાં આવશે.

એક દિવસ માટે દેશભરની તમામ ફિલ્મોની ટિકિટના ભાવ ઘટીને માત્ર ૯૯ રૂપિયા થઈ જશે. જવાન હોય કે ગદર ૨ હોય કે નવી રિલીઝ થયેલી ફિલ્મો, દર્શકો હવે ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં કોઈપણ ફિલ્મ જાેઈ શકશે.

MAI દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત થિયેટર માટે સિનેપ્રેમીઓ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરવાનો એક માર્ગ છે. આ દિવસે તમે ૯૯ રૂપિયામાં કોઈપણ ફિલ્મ જાેઈ શકો છો. જાે કે, આ કિંમત IMAX અથવા 4DX જેવી પ્રીમિયમ ટિકિટ પર લાગુ થશે નહીં.

સિનેમાના આ ફેસ્ટિવલમાં ૪૦૦૦ સ્ક્રીનનો સમાવેશ થાય છે. તેમાં PVR Inox, Cinepolis, Mirage, CityPride, Asian, Mukta A2, Movie Time, Wave, M3K અને Dligh સહિત ઘણા મલ્ટિપ્લેક્સ અને થિયેટરોનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨માં મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની આ ઓફરે થિયેટરોની બહાર લોકોની ભીડ ઉભી કરી હતી. આનો ફાયદો ફિલ્મોને પણ થયો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્રને નેશનલ સિનેમા ડેનો સૌથી વધુ ફાયદો મળ્યો અને ફિલ્મનો બિઝનેસ વધ્યો. ૨૨ સપ્ટેમ્બરે રણબીર-આલિયા સ્ટારર આ ફિલ્મે માત્ર ૩.૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી પરંતુ ૨૩ સપ્ટેમ્બરે ફિલ્મની કમાણી ૧૦.૮૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જે ૨૩૯.૬૨%નો જંગી ઉછાળો હતો. ટિકિટ ડિસ્કાઉન્ટ સ્કીમને આટલી હિટ બનતી જાેઈને થિયેટરોએ આખા અઠવાડિયા માટે ટિકિટના ભાવ ઓછા રાખવાનો ર્નિણય કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.