Western Times News

Gujarati News

ટ્રુડો ફરી વિવાદમાં ફસાયાઃ હિટલરના સૈનિકનું સન્માન કર્યુ

(એજન્સી)ઓટ્ટાવા, ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષી નેતા પિએરે પોલિવરે જસ્ટિન ટ્રૂડોને સતત ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જસ્ટિન ટ્રૂડોની વધુ એક બાબત સામે આવ્યા બાદ વિપક્ષોને તેમને સાણસામાં લેવાની વધુ એક તક મળી ગઈ છે.

પીએમ જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં જર્મનીના તાનાશાહ હિટલર સેનાના, નાજી વિચારધારામાં માનનારા વ્યક્તિને સન્માનિત કરતા વિવાદનો મધપુડો છેડાયો છે. જસ્ટિન ટ્રૂડોની આ કામગીરી બાદ કેનેડાનું રાજકારણ ફરી ગરમાયું છે. જ્યારે જસ્ટિન ટ્રૂડોએ તે વ્યક્તિનું સન્માન કર્યું ત્યારે કેનેડાની આખી સંસદે ઉભા થઈને નાજી વ્યક્તિનું અભિવાદન પણ કર્યું. આ મામલો સામે આવ્યા બાદ ટ્રૂડોને ભારે ટીકા થઈ રહી છે.

કેનેડાના વિપક્ષી નેતા પિએરે પોલિવરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘અમને જાણવા મળ્યું છે કે, જસ્ટિન ટ્રૂડોએ એક નાજી ડિવિજન ૧૪માં વેફેન ગ્રેનેડિયરના એક અનુભવી સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી અને તેને સન્માનિત પણ કર્યો.

પિએરે લખ્યું કે, લિબરલ્સે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ આ નાજી વ્યક્તિને હાઉસ ઓફ કોમન્સમાં માન્યતા આપવાની વ્યવસ્થા કરી. આ એક ભયાનક ભુલ છે. જસ્ટિન ટ્રૂડોની પ્રોટોકોલ ઓફિસ તમામ મહેમાનોની વ્યવસ્થા અને તપાસ માટે જવાબદાર હોય છે. ’

પિએરે સવાલ ઉઠાવતા કહ્યું કે, નાઝી વ્યક્તિને હાઉસ ઓફ કોમન્સમાં બોલાવવા અને સન્માનિત કરતા પહેલા શું કોઈપણ સાંસદને તે વ્યક્તિના અતીતની તપાસ કરવાની તક મળી નથી ? આ મામલે જસ્ટિન ટ્રૂડોએ વ્યક્તિગત માફી માંગવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.