Western Times News

Gujarati News

“દુનિયાની મહિલાઓ એક થાય તો તેમને ખોવા જેવું કંઈ નહીં બચે” – પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રમના

સંસદમાં મહિલા અનામત બિલ પાસ, પરંતુ મહિલાઓ તેમની સમસ્યાઓ માટે એક નહીં થાય તો કાયદાઓ તેમની સમસ્યા ઉકેલી શકશે ખરી?! મહિલાઓ વિચારશે?!

ભારતમાં અનેક મહિલાઓનું સામાજિક પ્રદાન રાજકીય પ્રદાન, સાહિત્યિક પ્રદાન, વ્યવસાયિક પ્રદાનનું ક્ષેત્ર મોટું છે, છતાં મહિલાઓ પ્રત્યેનું સન્માન ઘણું ઓછું છે ?! કેમ ?!

તસવીર ડાબી બાજુથી ભારતના વડાપ્રધાનની છે!! તેમણે દેવી શક્તિની આરાધના સાથે નવા સંસદીય બિલ્ડીંગનું આયોજન કરીને ઉમદા નેતૃત્વ ઉજાગર કર્યું છે!! બીજી તસવીર ભારતના નવા સંસદીય સંકુલની છે જેમાં ૨૦૨૩માં પ્રથમ મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાયદો હેઠળ ૩૩% મહિલા અનામત કાયદો પસાર કરીને નવા ઐતિહાસિક અભિગમની શરૂઆત કરી છે!!

એટલું જ નહીં જૂની સંસદમાં બેસીને પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપયી,પીવી નરસિમ્હારાવની ઉપલબ્ધીઓને યાદ કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય માહોલને હળવો બનાવી દીધો હતો અને પછી મહિલા અનામત બીલની વાત કરી તે કામ સફળ રીતે પાર પાડ્યું હતુ!!

ત્રીજી તસવીર ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુમૂર્જીની પણ નવા સંસદમાં મહિલા રાષ્ટ્રપતિ તરીકેની મહત્વની ભૂમિકા રહી છે તેની આ બોલતી તસ્વીર છે જ્યારે નીચેની તસવીરો એ ભારતીય મહિલાઓની છે જેમનું ભારત દેશ માટે મહત્વનું પ્રદાન છે! જેમાં ડાબી બાજુથી ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની છે

તેઓ શક્તિશાળી રાજકીય વ્યકિતત્વ અને ત્વરિત ર્નિણય શક્તિ ધરાવતા હતા! બીજી તસવીર અંજલી ભાગવતની છે શૂટિંગ દુનિયામાં તેનું અદભુત નામ છે ૨૦૦૨માં કોમનવેલ્થ ગેમમાં પોતાના દેશ માટે ચાર સુવર્ણ પદક મેળવ્યા હતા!! ત્રીજી તસવીર અરુણા આસિફ અલી ની છે તેઓ દિલ્હીના પ્રથમ મહિલા મેયર હતા

તેમણે ૧૯૭૫માં લેનીન શાંતિ પુરસ્કાર મેળવ્યો હતો અને ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો!! ચોથી તસવીર અરુંધતી રોયની છે તેઓ એક પ્રસિદ્ધ ભારતીય ઉપન્યાસકાર તેમજ સમાજસેવિકા છે ધી ગોડ ઓફ સ્મોલ થિંગ માટે બુકર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને ૨૦૦૪માં એમને સિડની શાંતિ પુરસ્કાર અપાયો હતો

પાંચ મી તસવીર કલ્પના ચાવલાની છે તે ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રા હતી તે પૃથ્વી પર પાછી ફરી હતી ત્યારે નાસા સાથે સંપર્ક તૂટી ગયા બાદ સર્જાયેલી દુર્ઘટનામાં તેઓનું અવસાન થયું હતું!! છઠ્ઠી તસવીર પ્રતિભાસિંહ દેવીસિંહ પાટિલની છે તેઓ મહારાષ્ટ્રના છે!! ભારતના ઇતિહાસના પ્રથમ મહિલા અને ૧૨ માં રાષ્ટ્રપતિ છે

તેઓ રાજસ્થાનના રાજપાલ પણ હતા!! સાતમી તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ઇન્સેટ તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી બી.વી. નાગરત્નાની છે તેઓ હવે પછી ભારતની સુપ્રીમકોર્ટના પ્રથમ મુખ્ય મહિલા ન્યાયમૂર્તિ બને એવી સંભાવના છે!!

પણ સાથે આજની કડવી વાસ્તવિકતા એ છે કે અગાઉ કરતાં આજે અનેક મહિલા વિરોધી ગુના ખૂબ જ વધી ગયા છે !!મહિલાઓએ ન્યાય માટે આંદોલન કરવું પડે કે દેશના લશ્કરના સિપાઈની પત્નીને મણીપુરમાં નિવસ્ત્ર કરી ફેરવામાં આવે! કે જાતિગત ગુનાઓ છેડતીના ગુનાઓ હત્યાના ગુનાઓ વધ્યા છે તેનું શું?!

મહિલા અનામત જાતિગત ગણના કરીને આપો કે એમ નઈ આપો!! મહિલાઓ એક ક્યાં છે?! રાજકીય વિચારધારામાં વહેંચાયેલી છે?! ધાર્મિક માન્યતામાં વહેંચાયેલી છે?! જ્ઞાતિ અને જાતિમાં વહેંચાયેલી છે?!

મહિલાઓ એક ક્યાં છે?! માટે તો ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી એન.વી. રમના એ કહ્યું હતું કે આખી દુનિયાની મહિલાઓ એક જૂથ થઈ જાય તો તેમની પાસે ખોવા જેવું કશું જ નહીં બચે!! મહિલાઓ વિચારશે?! નેતાઓ વિચારશે? (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.