Western Times News

Gujarati News

ફૂટબોલ ખેલાડી ખુશબુનું GSFAના પ્રેસિડેન્ટ દ્વારા સન્માન કરાયું

ગુજરાત ફૂટબોલની ‘ખુશબુ’ની અન્ડર-17 ભારતીય મહિલા ટીમમાં પસંદગી થવા બદલ જી.એસ.એફ.એ. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત

જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલની ટીમોને રિલાયન્સ કપ 41મી સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ટ્રોફી, મેડલ્સ અને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ

રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર અને એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમમાં પસંદગી થનાર અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશબુ સરોજનું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી દ્વારા ₹25,000ની રોકડ પ્રોત્સાહક રાશિ આપીને સન્માન કરવામાં આવ્યું. Gujarat Football’s ‘Khushboo’ felicitated with cash reward by GSFA President for her selection In India U-17 team.

આ પ્રસંગે રિલાયન્સ કપ 41મી સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે જી.એસ.એફ.એ. પ્રેસિડેન્ટ દ્વારા જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલની ટીમોને પણ અનુક્રમે વિજેતા અને રનર્સ-અપ ટ્રોફી, મેડલ્સ અને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું.

જી.એસ.એફ.એ. પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ખુશ્બૂને ₹25,000ની રોકડ પ્રોત્સાહક રાશિ એનાયત કરતી વખતે જણાવ્યું હતું કે, તેણીએ એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયરમાં પસંદગી પામીને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન અને રાજ્યનું સન્માન અને ગૌરવ વધાર્યું છે.

જી.એસ.એફ.એ. પ્રેસિડેન્ટ દ્વારા રિલાયન્સ કપ 41મી સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટીમને વિજેતા ટ્રોફી તથા અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટીમને રનર્સ-અપ ટ્રોફી સાથે મેડલ્સ અને પ્રોત્સાહક ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું. તેમણે તમામ ખેલાડીઓને તેમની શુભેચ્છાઓ આપી અને તેમની કુશળતા તથા ખેલદિલીના અનુકરણીય પ્રદર્શન માટે પ્રશંસા કરી.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન રાજ્યમાં ફૂટબોલને આગળ ધપાવવા લગાતાર પ્રયત્નશીલ છે અને તે માટે અલગ અલગ આયુ વર્ગના પુરુષો અને મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટો અને સ્ટેટ ઇન્ટર કલબ લીગ ટુર્નામેન્ટોનું આયોજન કરે છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તથા ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સહયોગથી આ ટુર્નામેન્ટો રમાડવાનું આયોજન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.